સાઉથના આ હીરોની પાસે છે 7 કરોડ રુપિયાની વેનિટી વેન, Shahrukh Khan – Salman Khan ને પણ છોડી દીધા પાછળ

તમારા મનપસંદ હીરો-હીરોઈન ખૂબ ખર્ચાળ ( Vanity Van નો ઉપયોગ કરે છે. જાણો શાહરુખ (Shahrukh Khan), સલમાન (Salman Khan), દીપિકા પદુકોણ (Deepika Padukone), હૃતિક રોશન (Hrithik Roshan) જેની પાસે વેનિટી વેન છે તેની કિંમત શું છે.

  • Publish Date - 3:34 pm, Sun, 6 June 21 Edited By: Bipin Prajapati
1/6
વેનિટી વેન વિશે વાત કરીએ તો, બધી સુવિધાઓ તેની અંદર હોય છે. ત્યાંજ તેનો ભાવ પણ ખૂબ ઉચો હોય છે. દુનિયાની સૌથી મોંઘી વેનિટી વેન 'eleMMent Palazzo' છે, જેની કિંમત 18 કરોડ રૂપિયા આસપાસ છે.
2/6
સાઉથ ઇન્ડિયન ( South hero) સુપરસ્ટાર અલ્લુ અર્જુન પાસે ભારતની સૌથી મોંઘી વેનિટી વેન છે, જેની કિંમત 7 કરોડ આસપાસ છે.
3/6
સલમાન ખાનની વેનિટી વાનની કિંમત 4 કરોડની નજીક છે. આમ કહીએ તો, તે ચાલતું ઘર છે જેમાં બે રૂમ, હોલ અને શૌચાલય સહિત અન્ય સુવિધાઓ છે.
4/6
શાહરુખ ખાન પાસે મોજૂદ વેનિટી વેનની કિંમત લગભગ 5 કરોડ રૂપિયા છે. 'Volvo BR9' નામની આ વેન દિલીપ છાબ્રિયા (Dilip Chhabria) દ્વારા ડિઝાઇન કરવામાં આવી છે. આ 14 મીટર લાંબા વાહનમાં તમામ લક્ઝરી સુવિધા આપવામાં આવી છે.
5/6
દીપિકા પદુકોણની વેનિટી વેનની કિંમત આશરે 2 કરોડ રૂપિયા છે. આ વેન 3 ભાગોમાં રાખવામાં આવી છે - પ્રાઈવેટ ઝોન, બેઠક વિસ્તાર અને સ્ટાફ એરિયાની સાથે પેન્ટ્રી અને વોશરૂમ રાખવામાં આવ્યું છે.
6/6
હૃતિક રોશન (Hrithik Roshan) પાસે 'Mercedes V-Class' વેનિટી વેન છે, જેની કિંમત લગભગ 3 કરોડ રુપિયા છે. આ 12 મીટર લાંબી ગાડીના 3 ભાગો છે. તેનો પ્રથમ ભાગ ઓફિસ છે, મધ્ય ભાગ બેડરૂમ અને છેલ્લે વોશરૂમ વાળો ભાગ છે.