
કુવૈતમાં મોટી સંખ્યામાં ભારતીયો કામ કરે છે. કુવૈતમાં ભારતીયોની એન્જિનિયરિંગ, હેલ્થકેર, કન્સ્ટ્રકશન અને IT સેક્ટરમાં ખૂબ જ માંગ છે. ભારતીયોને અહીં સારો એવો પગાર મળે છે અને બીજું કે ટેક્સની પણ કોઈ મુશ્કેલી નથી.

જો કોઈ ભારતીય પ્રોફેશન દર મહિને માત્ર 1,000 કુવૈતી દિનાર કમાય છે, તો ભારતીય દ્રષ્ટિએ તેનું મૂલ્ય આશરે ₹2.88 લાખ જેટલું થાય છે. આનો અર્થ એ છે કે, ભારતમાં ઘણા લોકો જેટલી કમાણી આખા વર્ષે કરે છે, એટલું તો ત્યાં થોડા જ અઠવાડિયામાં કમાઈ શકે છે.

જો તમારી પાસે કુવૈતમાં કામ કરવા માટે ડિગ્રી અથવા ખાસ સ્કિલ હોય, તો નોકરી શોધવામાં કોઈ ખાસ મુશ્કેલી આવતી નથી. અહીં મોટાભાગના એમ્પ્લોયર્સને ટેકનિકલ નોલેજ, ઈંગ્લિશ કોમ્યુનિકેશન અને પ્રોફેશનલ વલણ ધરાવતા લોકોની જરૂર હોય છે.

ખાસ વાત એ છે કે, લોકો કુવૈતમાં થોડા વર્ષો સુધી કામ કરે છે અને પછી જ્યારે ભારત પાછા ફરે છે, ત્યારે તેમની બચત લાખોમાં થાય છે. ઘણા લોકો આ બચતથી ભારતમાં પોતાનો વ્યવસાય શરૂ કરે છે અથવા તો મિલકતમાં રોકાણ કરે છે.
Published On - 5:05 pm, Sat, 15 November 25