
જુલાઈથી સપ્ટેમ્બર દરમિયાન BSE લિમિટેડની આવક રૂ. 819 કરોડ હતી. ગયા નાણાકીય વર્ષના સપ્ટેમ્બર ક્વાર્ટરમાં કંપનીની આવક 367 કરોડ રૂપિયા હતી. તમને જણાવી દઈએ કે, બીએસઈ લિમિટેડ માટે પ્રથમ હાફ શાનદાર સાબિત થયો છે. કંપનીની આવક 1493 કરોડ રૂપિયા અને નફો 610 કરોડ રૂપિયા હતો.

આ વર્ષે, BSE લિમિટેડે રોકાણકારોને એક શેર પર 15 રૂપિયાનું ડિવિડન્ડ આપ્યું હતું. કંપનીના શેરનું જૂન મહિનામાં એક્સ-ડિવિડન્ડનું ટ્રેડિંગ થયું હતું. કંપનીએ 2022માં બોનસ શેર આપ્યા હતા. ત્યારે કંપનીએ એક શેર પર 2 શેરનું બોનસ આપ્યું હતું.

નોંધ: શેરબજારમાં જાણકારી વગર રોકાણ ન કરો. કોઈપણ શેરમાં રોકાણ કરતા પહેલા તમારે તમારા નાણાકીય સલાહકાર સાથે એકવાર વાત કરવી જોઈએ. જો તમે આવું ન કરો તો તમારે આર્થિક નુકસાન સહન કરવું પડી શકે છે.