
લીડ મેનેજર્સ અને રજિસ્ટ્રાર કોટક મહિન્દ્રા કેપિટલ કંપની લિમિટેડ, IIFL કેપિટલ સર્વિસિસ લિમિટેડ (અગાઉની IIFL સિક્યોરિટીઝ લિમિટેડ), જેફરીઝ ઇન્ડિયા અને મોર્ગન સ્ટેનલી ઇન્ડિયા કંપની બુક રનિંગ લીડ મેનેજર્સ છે, જ્યારે Kfin Technologies IPO માટે રજિસ્ટ્રાર છે.

16 ડિસેમ્બર, 2024 ના રોજ ફાળવણીને અંતિમ સ્વરૂપ આપવામાં આવે તેવી શક્યતા છે. BSE અને NSEનું લિસ્ટિંગ 18 ડિસેમ્બર, 2024ના રોજ કરવામાં આવશે.

જણાવી દઈએ કે, સપ્ટેમ્બર 2024માં પૂરા થયેલા છ મહિનામાં, સાઈ લાઈફ સાયન્સે એક વર્ષ અગાઉ રૂ. 656.8 કરોડની સરખામણીમાં રૂ. 693.35 કરોડની કુલ આવક નોંધાવી હતી. તેણે છેલ્લા છ મહિનામાં રૂ. 28.01 કરોડનો ચોખ્ખો નફો કર્યો હતો, જ્યારે ગયા વર્ષે રૂ. 12.92 કરોડની ખોટ હતી.

નોંધ: શેરબજારમાં જાણકારી વગર રોકાણ ન કરો. કોઈપણ શેરમાં રોકાણ કરતા પહેલા તમારે તમારા નાણાકીય સલાહકાર સાથે એકવાર વાત કરવી જોઈએ. જો તમે આવું ન કરો તો તમારે આર્થિક નુકસાન સહન કરવું પડી શકે છે.