PHOTOS: મલેશિયાની આ બિલ્ડીંગ છે વિશ્વની બીજી સૌથી ઊંચી ઇમારત, ઊંચાઈ સાંભળીને મગજ ચકરાઈ જશે

બુર્જ ખલીફા એક એવું નામ છે જેના વિશે બધાએ સાંભળ્યું હશે. આ દુનિયાની સૌથી ઉંચી ઈમારત છે. પરંતુ શું તમે જાણો છો કે દુનિયાની બીજી સૌથી ઊંચી ઈમારત કઈ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 02, 2022 | 11:43 AM
બુર્જ ખલીફા એક એવું નામ છે જેના વિશે બધાએ સાંભળ્યું હશે.  વિશ્વની સૌથી ઊંચી ઇમારત છે. 829.8 મીટર એટલે કે 2,722 ફૂટની ઉંચાઈની ગગનચુંબી ઈમારતને જોવા માટે લોકો દુનિયાના ખૂણે-ખૂણેથી દુબઈ પહોંચે છે. પરંતુ શું તમે જાણો છો કે દુનિયાની બીજી સૌથી ઊંચી ઈમારત કઈ છે, જો નહીં તો આવો જાણીએ તેના વિશે...

1 / 5
અમે વાત કરી રહ્યા છીએ મલેશિયાના કુઆલાલંપુરમાં આવેલી મર્ડેકા 118ની, ભલે તે દુનિયાની બીજી સૌથી ઉંચી ઈમારત છે, પરંતુ તેને જોઈને કોઈને પણ ચક્કર આવી જશે કારણ કે આ બિલ્ડીંગની ઊંચાઈ 2,227 ફૂટ છે.

2 / 5
અગાઉ 2,073 ફૂટ ઉંચા શાંઘાઈ ટાવર પાસે આ ટાઇટલ હતું.  પરંતુ હવે તે ત્રીજા નંબર પર આવી ગયું છે અને મેરેડેકા 118 વિશ્વનું બીજું સૌથી ઊંચું ટાવર બની ગયું છે. હાલમાં આ ઈમારત વર્ષ 2022ના અંત સુધીમાં તૈયાર થઈ જશે.  જે ખરેખર મલેશિયાના પ્રવાસનને વેગ આપશે.

3 / 5
 આ ઈમારત  જે જગ્યા પર બની રહી છે તે 1957માં મલેશિયાની સ્વતંત્રતાની ઘોષણાનું પ્રતિક છે. જ્યારે 678.9 મીટરની ઉંચાઈથી નીચે જોવું ડરામણું હશે, પરંતુ તે રોમાંચક પણ હશે. આ ટાવર 2,78,709 ચોરસ મીટરમાં બનાવવામાં આવ્યો છે.

4 / 5
ઓફિસ અને હોટલ ઉપરાંત આ ઈમારત દક્ષિણપૂર્વ એશિયાની સૌથી ઊંચી ઈમારત પણ હશે. આ ટાવરમાં એક સમયે 3000 લોકો આવી શકે છે. તેમાં પ્રવાસીઓ માટે ઘણું બધું જોવા મળશે. ઇમારતની ડિઝાઇન આકર્ષક છે અને તે ત્રિકોણાકાર કાચની પેનલોથી બનેલી છે. આ આકાર મલેશિયાની પરંપરાગત કળા અને હસ્તકલામાંથી લેવામાં આવ્યો છે.

5 / 5

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">