Gujarati News » Photo gallery » These are the best places for nature lovers to roam, it will feel like paradise
Tourist Places: પ્રકૃતિપ્રેમીઓને ફરવા માટેની આ છે બેસ્ટ જગ્યાઓ, સ્વર્ગ જેવો થશે અહેસાસ
પ્રકૃતિપ્રેમીઓને પ્રકૃતિની નજીક રહેવાનું ખુબ જ પસંદ હોય છે. જો તમે પણ પ્રકૃતિપ્રેમી હોવ તો જાણી લો દેશની કેટલીક એવી ફરવાલાયક જગ્યાઓ (Tourist Places) જ્યાં તમને સ્વર્ગ જેવો અહેસાસ થશે.
પ્રકૃતિપ્રેમીઓને પ્રકૃતિની નજીક રહેવાનું ખુબ જ પંસદ હોય છે. જો તમે પણ પ્રકૃતિપ્રેમી હોવ તો જાણી લો દેશની કેટલીક એવી ફરવાલાયક જગ્યાઓ (Tourist Places )જ્યાં તમને સ્વર્ગ જેવો એહસાસ થશે. આ જગ્યાઓની હરિયાળી, ઊંચી ટેકરીઓ, ધોધ, સૂર્યાસ્ત અને સૂર્યોદય જોઈ તમે કલાકો સુધી ત્યાં જ બેસી રહેશો.
1 / 5
દાર્જિલિંગ - દાર્જિલિંગ બંગાળમાં આવેલું છે. દાર્જિલિંગના ચાના બગીચા તમને મંત્રમુગ્ધ કરશે. પ્રકૃતિના સુંદર નજારાઓને તમે કેમેરામાં કેદ પણ કરી શકો છો. દર વર્ષે મોટી સંખ્યામાં લોકો અહીં દાર્જિલિંગની સુંદરતા જોવા આવે છે.
2 / 5
શિલોંગ - શિલોંગ મેધાલય રાજ્યમાં આવેલ ખુબ જ સુંદર જગ્યા છે. શિલોંગનું હવામાન ખૂબ જ ખુશનુમા રહે છે. અહીંની ઉંચી ટેકરીઓ અનેક પ્રવાસીઓને આકર્ષે છે. ઉંચી ટેકરીઓ પરથી પડતા ધોધ લોકોને મંત્રમુગ્ધ કરી દે છે. તમે પણ પ્રકૃતિનો આંનદ લેવા શિલોંગની પ્રવાસે જઈ શકો છો.
3 / 5
લેન્સડાઉન - લેન્સડાઉન ઉતરાખંડમાં આવેલ ખુબ જ સુંદર જગ્યા છે.તમે લેન્સડાઉનની મુલાકાત લેવાનો પ્લાન બનાવી શકો છો. અહીં તમે ભૈરવગઢી, ભુલ્લા તળાવ, તડકેશ્વર મંદિર જેવા સ્થળોની મુલાકાત લઈ શકો છો. આ સ્થળની પ્રાકૃતિક સુંદરતા તમને મંત્રમુગ્ધ કરી દેશે.
4 / 5
શિમલા - દરેક તમે પ્રકૃતિપ્રેમીએ પોતાના જીવનમાં શિમલા અવશ્ય જવું જોઈએ. શિમલા હિમાચલ રાજ્યમાં આવેલું સુંદર ટૂરિસ્ટ પ્લેસ છે. તમે અહીં કુફરી અને ચેઈલ જેવા સ્થળોની મુલાકાત લઈ શકો છો. તમે અહીં રિવર રાફ્ટિંગની મજા પણ માણી શકો છો. તમે અહીં ગ્રીન વેલીની મુલાકાત લઈ શકો છો. તમને અહીંની સુંદરતા ખૂબ જ ગમશે.