બોલિવૂડની આ 5 અભિનેત્રીઓએ તેમના લગ્નમાં લહેંગાને બદલે સાડીને આપ્યું પ્રાધાન્ય, જુઓ તસવીરો

બોલિવૂડની કેટલીક અભિનેત્રીઓએ લહેંગાને બદલે સાડીને પ્રાધાન્ય આપ્યું છે. તમે પણ તમારા લગ્નમાં તેમનો ટ્રેન્ડ ફોલો કરી શકો છો.

Feb 24, 2022 | 4:03 PM
TV9 GUJARATI

| Edited By: Bhavyata Gadkari

Feb 24, 2022 | 4:03 PM

યામી ગૌતમે ફિલ્મ નિર્દેશક આદિત્ય ધર સાથે લગ્ન કર્યા છે. લગ્નના મુખ્ય ફંક્શન માટે, યામી ગૌતમે ફેશન ડિઝાઇનર અનિતા ડોંગરે દ્વારા ડિઝાઇન કરાયેલ ઝરી વર્કની સાડી પહેરી હતી. યામીની સાડી પણ લાલ રંગની હતી.

1 / 5
દીપિકા પાદુકોણ દક્ષિણ ભારતની રહેવાસી છે. તેણે તેના લગ્નમાં તેમના રિવાજોનું પાલન કર્યું અને કોંકણી ધાર્મિક વિધિઓ માટે સબ્યસાંચી દ્વારા ડિઝાઇન કરાયેલ બ્રોકેડ સિલ્ક કાંજીવરમ સાડી પહેરી. આ સાડી ખૂબ જ સુંદર હતી.

2 / 5
દિયા મિર્ઝાએ તેના લગ્નમાં લહેંગાને બદલે પરંપરાગત લાલ બ્રોકેડ સાડી પહેરી હતી. આ સાડીમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી. દિયાની સાડી ભારતીય પરંપરાગત હેન્ડલૂમ ફેશન હાઉસ રો મેંગો દ્વારા ડિઝાઇન કરવામાં આવી હતી.

3 / 5
વિદ્યા બાલન ઘણા પ્રસંગોએ સાડી પહેરેલી જોવા મળે છે. તેના પોતાના લગ્નમાં પણ તેણે  સાડી જ પસંદ કરી હતી. વિદ્યા બાલને તેના લગ્નમાં લાલ બનારસી સાડી પહેરી હતી. તેની સાડી સબ્યસાચી દ્વારા ડિઝાઇન કરવામાં આવી હતી.

4 / 5
અભિષેક અને ઐશ્વર્યાએ વર્ષ 2007માં લગ્ન કર્યા હતા. તે બોલિવૂડના પ્રખ્યાત અને ખર્ચાળ લગ્નોમાંથી એક હતા. લગ્નના દિવસે ઐશ્વર્યા રાયે નીતા લુલ્લા દ્વારા ડિઝાઇન કરાયેલ કાંજીવરમ સાડી પહેરી હતી. તે સમયે આ સાડીની કિંમત લગભગ 75 લાખ રૂપિયા હતી. તેના પર સોનાના તારથી કામ કરવામાં આવ્યું હતું.

5 / 5

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati