
Mishra Dhatu Nigam Ltd- કંપનીએ હજુ સુધી ડિવિડન્ડ જાહેર કર્યું નથી. પરંતુ ડિવિડન્ડ નક્કી કરવા માટે કંપનીની બોર્ડ મીટિંગ 20 માર્ચ નક્કી કરવામાં આવી છે. આ દિવસે બોર્ડ ડિવિડન્ડ આપવા અંગે નિર્ણય લેશે. જો બોર્ડ સંમત થાય, તો 25 માર્ચ ડિવિડન્ડ માટેની રેકોર્ડ તારીખ હશે. તમને જણાવી દઈએ કે, મિશ્રા ધાતુ નિગમ લિમિટેડના શેરના ભાવમાં છેલ્લા એક વર્ષમાં 23 ટકાથી વધુનો ઘટાડો જોવા મળ્યો છે.

RailTel Corporation of India Ltd- આ રેલવે સ્ટોક બીજું વચગાળાનું ડિવિડન્ડ આપવા જઈ રહ્યું છે. કંપની પાત્ર રોકાણકારોને પ્રતિ શેર 1 રૂપિયાનું ડિવિડન્ડ આપશે. કંપનીએ આ ડિવિડન્ડ માટે 2 એપ્રિલની રેકોર્ડ ડેટ નક્કી કરી છે. તમને જણાવી દઈએ કે, છેલ્લા એક વર્ષમાં કંપનીના શેરની કિંમતમાં 8 ટકાનો ઘટાડો થયો છે.

નોંધ: અહીં આપેલી માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે, અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે બજારમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. આથી રોકાણકાર કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો.Tv9 ગુજરાતી ક્યારેય કોઈને રોકાણ સંબંધીત સલાહ આપતું નથી.