
ઓક્ટોબરમાં, Zodiac Energy ને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) તરફથી ઓર્ડર મળ્યો હતો. આ ઓર્ડર ગુજરાતમાં 30 મેગાવોટના ગ્રાઉન્ડ માઉન્ટેડ સોલાર પ્રોજેક્ટની ડિઝાઇન, સપ્લાય, ઇન્સ્ટોલેશન, ટેસ્ટિંગ અને કમિશનિંગ માટેનો હતો. કંપનીને મળેલા આ ઓર્ડરની કિંમત 154.27 કરોડ રૂપિયા હતી.

છેલ્લા 3 વર્ષમાં Zodiac Energyના શેરમાં 1422%નો ઉછાળો આવ્યો છે. 17 ડિસેમ્બર, 2021ના રોજ કંપનીના શેર રૂ. 37.10 પર હતા. Zodiac Energy શેર 20 ડિસેમ્બર 2024ના રોજ રૂ. 564.90 પર પહોંચી ગયા છે.

છેલ્લા 2 વર્ષમાં કંપનીના શેરમાં 413%નો વધારો જોવા મળ્યો છે. Zodiac Energy શેર 23 ડિસેમ્બર, 2022 ના રોજ રૂ. 110.15 પર હતા. 20 ડિસેમ્બર, 2024ના રોજ કંપનીના શેર રૂ. 564.90 પર બંધ થયા હતા.

છેલ્લા એક વર્ષમાં Zodiac Energyનો શેર 258% વધ્યો છે. 20 ડિસેમ્બર, 2023ના રોજ કંપનીના શેર રૂ. 157.80 પર હતા. 20 ડિસેમ્બર 2024ના રોજ કંપનીના શેર રૂ. 564.90 પર પહોંચી ગયા છે.

Zodiac Energy શેર આ વર્ષે અત્યાર સુધીમાં 170 ટકા વધ્યા છે. આ વર્ષની શરૂઆતમાં 1 જાન્યુઆરી 2024ના રોજ કંપનીના શેર રૂ. 209.10 પર હતા. 20 ડિસેમ્બર 2024ના રોજ કંપનીના શેર રૂ. 560ની ઉપર બંધ થયા હતા.

નોંધ: શેરબજારમાં જાણકારી વગર રોકાણ ન કરો. કોઈપણ શેરમાં રોકાણ કરતા પહેલા તમારે તમારા નાણાકીય સલાહકાર સાથે એકવાર વાત કરવી જોઈએ. જો તમે આવું ન કરો તો તમારે આર્થિક નુકસાન સહન કરવું પડી શકે છે.