Gujarati News » Photo gallery » There are 7 most densely populated cities in the world where hours are wasted due to traffic jams
વિશ્વના એવા 7 સૌથી વધુ ગીચ શહેરો, જ્યાં જામના કારણે કલાકો વેડફાય છે, જાણો આ યાદીમાં ભારતના કયા શહેર સામેલ
મુંબઈ વિશ્વનું બીજું સૌથી વધુ ગીચ શહેર હતું. પરંતુ મુંબઈમાં ટ્રાફિકની સ્થિતિમાં સુધારો જોવા મળ્યો છે અને હવે તે 5માં સ્થાને પહોંચી ગયુ છે. આ યાદીમાં મુંબઈ ઉપરાંત ભારતના અન્ય ઘણા શહેરો પણ સામેલ છે.
શું તમે જાણો છો કે વિશ્વના સૌથી વધુ ટ્રાફિક અથવા ગીચ શહેરોમાં ભારતના ઘણા શહેરોનો સમાવેશ થાય છે. આ શહેરોમાં વ્યસ્ત ટ્રાફિકને કારણે લાખો લોકોના કલાકો વેડફાય છે. આ શહેરોમાં દર વર્ષે ટ્રાફિક જામના કારણે સેંકડો કલાકોનો સમય વેડફાય છે. ટોમટોમ ટ્રાફિક ઈન્ડેક્સ દ્વારા દર વર્ષે વિશ્વભરના શહેરો અંગેનો અહેવાલ બહાર પાડવામાં આવે છે, જેમાં ટ્રાફિક અનુસાર શહેરોનું રેન્કિંગ આપવામાં આવે છે. વર્ષ 2021 (ટોમટોમ ટ્રાફિક ઈન્ડેક્સ 2021) માટે જાહેર કરાયેલ ઈન્ડેક્સમાં વિશ્વના સૌથી વધુ ભીડવાળા શહેરો વિશે માહિતી આપવામાં આવી છે.
1 / 6
ટોમટોમ ટ્રાફિક ઇન્ડેક્સ 2021 અનુસાર, તુર્કીનું શહેર ઇસ્તંબુલ સૌથી વધુ ભીડભાડ ધરાવતું શહેર છે. ટોચ પર રશિયન શહેર મોસ્કો હતું. તે હવે મોસ્કોને પાછળ છોડીને સૌથી વધુ ગીચ શહેર બની ગયું છે. દર વર્ષે જામના કારણે 142 કલાકનું નુકસાન થાય છે.
2 / 6
આ યાદીમાં રશિયાની રાજધાની મોસ્કો બીજા સ્થાને છે. અહીં દર વર્ષે જામના કારણે 140 કલાક વેડફાય છે. આ પછી ત્રીજા નંબરે યુક્રેનની રાજધાની કિવ આવે છે, જ્યાં ટ્રાફિક જામના કારણે દર વર્ષે 128 કલાક વેડફાય છે.
3 / 6
ચોથા સ્થાને કોલંબિયાનું બોગોટા આવે છે. દર વર્ષે અહીં જામના કારણે 126 કલાક વેડફાય છે. પાંચમા નંબરે મુંબઈનું નામ આવે છે, જ્યાં દર વર્ષે જામના કારણે 121 કલાક વેડફાય છે.
4 / 6
2020 માં, મુંબઈ વિશ્વનું બીજું સૌથી વધુ ગીચ શહેર હતું. પરંતુ 2021માં મુંબઈમાં ટ્રાફિકની સ્થિતિમાં સુધારો જોવા મળ્યો અને તે 5માં સ્થાને પહોંચી ગયુ. મુંબઈ ઉપરાંત ભારતના અન્ય ઘણા શહેરો પણ આ યાદીમાં સામેલ છે, જેમાં 10માં નંબર પર બેંગલુરુ, 11મા નંબર પર નવી દિલ્હી અને 21મા ક્રમે પુણેનો સમાવેશ થાય છે. (Pexels માંથી પાંચ ફોટા)ે
5 / 6
યુક્રેનના ઓડેસા શહેરનું નામ ભીડભાડવાળા શહેરોમાં છઠ્ઠા નંબર પર આવે છે, જ્યાં દર વર્ષે જામના કારણે 117 કલાક વેડફાય છે. તે જ સમયે, રશિયાના સેન્ટ પીટર્સબર્ગનું નામ સાતમા નંબર પર આવે છે. દર વર્ષે અહીં જામના કારણે 115 કલાક વેડફાય છે. (ફોટો: tomtom.com)