વૅક્સીન’ શબ્દની ‘Word of the year’ તરીકે પસંદગી થઇ, જાણો શા માટે તેની પસંદગી કરવામાં આવી

અમેરિકન મેરિયમ-વેબસ્ટર ડિક્શનરીએ 'વૅક્સીન'ને વર્ડ ઑફ ધ યર તરીકે પસંદ કર્યો છે. શા માટે વેક્સીનને વર્ડ ઑફ ધ યર તરીકે પસંદ કરવામાં આવ્યો, આ શબ્દ ક્યાંથી આવ્યો અને તેનું નામ શું હતું, જાણો આ પ્રશ્નોના જવાબ.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 01, 2021 | 12:51 PM
અમેરિકન મેરિયમ-વેબસ્ટર ડિક્શનરીએ 'વૅક્સીન'ને વર્ડ ઑફ ધ યર તરીકે પસંદ કર્યો છે. આ શબ્દ શા માટે પસંદ કરવામાં આવ્યો છે તેનું કારણ પણ શબ્દકોશના તંત્રીએ આપ્યું છે. રસીની પ્રથમ માત્રા ડિસેમ્બર 2020માં યુકેમાં આપવામાં આવી હતી. આ પછી અમેરિકામાં રસી લગાવ્યા પછી આ શબ્દનું ઑનલાઇન સર્ચિંગ વધ્યું.

1 / 5
શા માટે 'વૅક્સીન' શબ્દ પસંદ કરવામાં આવ્યો: મેરિયમ-વેબસ્ટર શબ્દકોશના સંપાદક પીટર સોકોલોવસ્કીના જણાવ્યા અનુસાર, વર્ડ ઑફ ધ યર તરીકે રસી પસંદ કરવા માટેના બે કારણો છે. વિશ્વભરના લોકો રસીના મહત્વને સમજ્યા અને તે ખૂબ મોટા પાયે બનાવવામાં આવી. બીજું કારણ રસીની આસપાસનો વિવાદ છે. મહત્વની બાબતો પર આ શબ્દનું સર્ચિંગ વધ્યું.

2 / 5
 રસીનો રેકોર્ડ શું હતોઃ પીટર સોકોલોવસ્કી કહે છે કે, 2020ની સરખામણીએ 2021માં 601 ટકા વધુ સર્ચ કરવામાં આવ્યો હતો. 2021માં દરરોજ અમારા ડેટાબેઝમાં 'વૅક્સીન'  શબ્દ વારંવાર આવી રહ્યો છે. કોરોનાના પ્રથમ ડોઝથી આ શબ્દનું સર્ચિંગ સતત વધી રહ્યુ છે. જો 2019ની સરખામણીમાં 2021માં રસી શબ્દ 1048 ટકા વધુ સર્ચ કરવામાં આવ્યો હતો.

3 / 5
આ મુદ્દાઓથી સર્ચિંગ વધ્યુંઃ પીટર સોકોલોવસ્કીના જણાવ્યા અનુસાર, વિશ્વમાં રસી સંબંધિત એવા મુદ્દા પણ છે, જેના કારણે આખા વર્ષ દરમિયાન તેની ચર્ચા થઈ હતી. ઉદાહરણ તરીકે, રસીની અછત, રસીનું ખોટું વિતરણ, રસીનું પ્રમાણપત્ર, રસીનો રાષ્ટ્રવાદ અને બૂસ્ટર ડોઝ. રસીને લગતા આવા મુદ્દાઓ પર સતત નજર હતી અને સર્ચિંગ વધતી રહી.

4 / 5
 રસી શબ્દ ક્યાંથી આવ્યો: મેરિયમ-વેબસ્ટર શબ્દકોશ કહે છે કે રસી શબ્દનો સૌપ્રથમ ઉપયોગ 1882માં થયો હતો. આ શબ્દ લેટિન ભાષાના સ્ત્રીલિંગ શબ્દ 'વેક્સિનસ' પરથી આવ્યો છે. આ શબ્દનો અર્થ થાય છે 'ગાયમાંથી નીકળેલી'.

5 / 5

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">