Gujarati News » Photo gallery » The story of the name of Pakistan know how this word came into existence and how an idea became a separate country
પાકિસ્તાનના નામની કંઈક આવી છે કહાની, જાણો કેવી રીતે અસ્તિત્વમાં આવ્યો આ શબ્દ અને એક વિચારથી બની ગયો અલગ દેશ
ત્રીજી ગોળમેલ પરિષદમાં રહેમત અલીએ 'Now or Never' નામની બુકલેટ તૈયાર કરી હતી. જેમાં પાકિસ્તાનના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. જેમાં ભારતના લગભગ ત્રણ કરોડ મુસ્લિમો માટે અલગ દેશ પાકિસ્તાન બનાવવાની માંગ કરવામાં આવી હતી.
15 ઓગસ્ટ 1947 એ ભારતના લોકો માટે માત્ર સ્વતંત્રતાનો દિવસ નથી. એક મોટા વર્ગ માટે આ તારીખ આપણને વિભાજનની દુર્ઘટનાની પણ યાદ અપાવે છે. અંગ્રેજો દેશ છોડીને ચાલ્યા ગયા, પરંતુ દેશ બે ભાગમાં વહેંચાઈ ગયો. આઝાદી પછી,એવા હજારો પરિવારો હતા. જેમાંથી કેટલાક સભ્યો સરહદની આ બાજુ અને કેટલાક સરહદની બીજી તરફ રહ્યા હતા. દેશ હિન્દુસ્તાન અને પાકિસ્તાન એમ બે ભાગમાં વહેંચાયેલો હતો. હવે પહેલા હિન્દુસ્તાન નામ હતું, પરંતુ શું તમે જાણો છો કે બીજા ભાગ (દેશ)નું નામ 'પાકિસ્તાન' કેવી રીતે પડ્યું? આ શબ્દ ક્યાંથી આવ્યો?
1 / 5
જો આપણે પાકિસ્તાનના નામકરણના ઈતિહાસમાં તપાસ કરીએ તો ખબર પડશે કે તે એક વિચાર હતો. જેની કહાની 1920માં શરૂ થઇ હતી. જ્યારે મુસ્લિમ લીગના નેતા મુહમ્મદ અલી ઝીણાએ ઈન્ડિયન નેશનલ કોંગ્રેસ (INC)માંથી રાજીનામું આપ્યું અને અલગ થઈ ગયા. અને અહીંથી અલગ દેશ બનાવવાનો વિચાર જન્મ્યો હતો. આ બાદ આ વિચાર માંગમાં ફેરવાઈ ગયો હતો. 1930માં જ્યારે ગોળમેજી પરિષદ શરૂ થઈ ત્યારે ત્રીજી પરિષદમાં અલગ મુસ્લિમ રાષ્ટ્રની માંગણી શરૂ થઈ. જોકે ત્યાં સુધી તેનું નામ વિચાર્યું નહોતું.
2 / 5
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 1933માં ઈંગ્લેન્ડની કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં કાયદાનો અભ્યાસ કરી રહેલા મુસ્લિમ રાષ્ટ્રવાદી વિદ્યાર્થી ચૌધરી રહેમત અલીએ પોતાના મિત્રો સાથે મળીને અલગ દેશની માંગ શરૂ કરી હતી. તેણે પોતાના મિત્રો સાથે મળીને અલગ મુસ્લિમ રાષ્ટ્રની બ્લુપ્રિન્ટ તૈયાર કરી હતી, જેમ કે તેમાં કયા પ્રાંતનો સમાવેશ કરવામાં આવશે, શું નામ આપવામાં આવશે.
3 / 5
રહમત અલીએ અંગ્રેજો અને ભારતીય નેતાઓ વચ્ચેની ત્રીજી ગોળમેજી પરિષદમાં આ વિચાર રજૂ કર્યો. તેણે ‘Now Or Never’ નામની પુસ્તિકા તૈયાર કરી હતી, જેમાં પાકિસ્તાનનું નામ હતું. જેમાં ભારતના લગભગ ત્રણ કરોડ મુસ્લિમો માટે અલગ દેશ પાકિસ્તાન બનાવવાની માંગ કરવામાં આવી હતી. તો આ રીતે 28 જાન્યુઆરી 1933ના રોજ આ શબ્દ, પાકસ્તાન (PAKSTAN) દુનિયાની સામે આવ્યો હતો. જેમાં, તેઓએ પંજાબમાંથી P, અફઘાનિસ્તાન A, કાશ્મીરમાંથી K , સિંધ,માંથી S અને તાન એટલે કે બલૂચિસ્તાન વગેરે રાજ્યોને જોડીને Tan લઈને એક નવા દેશની રચનાની માંગ કરી.
4 / 5
પછી અહીંથી મુસ્લિમ લીગના નેતાઓ મોહમ્મદ અલી ઝીણા અને અલ્લામા ઈકબાલે નવા મુસ્લિમ રાષ્ટ્રનું નામ નક્કી કર્યું. લાહોર સત્રમાં તેમણે બે રાષ્ટ્ર સિદ્ધાંત અને અલગ મુસ્લિમ બંધારણની માંગણી કરી હતી. ત્યારે તેનું નામ ન હોવાથી તેણે રહેમતની પુસ્તિકામાંથી પાકિસ્તાન નામ લીધું અને તેમાં ફેરફાર કરીને પાકિસ્તાન કરી દીધું. આમાં પાક એટલે શુદ્ધ અને સ્ટેન એટલે જમીન. તો આ રીતે પાકિસ્તાનનું નામ અસ્તિત્વમાં આવ્યું હતું.