Gujarati News » Photo gallery » The story of Spain's 'ghost village' that appeared 30 years after the dam's water was removed
સ્પેનના એ ‘ભૂત ગામ’ની કહાણી જે 30 વર્ષ પછી પ્રગટ થયુ, જાણો સમગ્ર મામલો
સ્પેનમાં પોર્ટુગલની બોર્ડર પર એક એવું ગામ પણ છે જે 30 વર્ષ પછી જોવા મળ્યું છે. તેને ઘોસ્ટ વિલેજ તરીકે પણ ઓળખવામાં આવે છે. 1992 પછી પહેલીવાર આ ગામ જોવા મળ્યું
સ્પેનમાં પોર્ટુગલની બોર્ડર પર એક એવું ગામ પણ છે જે 30 વર્ષ પછી જોવા મળ્યું છે. તેને ઘોસ્ટ વિલેજ તરીકે પણ ઓળખવામાં આવે છે. 1992 પછી પહેલીવાર આ ગામ જોઈ શકાયુ છે, આ ગામ સંપૂર્ણપણે પાણીમાં ડૂબી ગયું હતું. સ્પેનના ગેલિસિયા પ્રદેશમાં પાણી પહોંચાડવા માટે ડેમ બનાવવામાં આવ્યો ત્યારથી આ ગામ લિમિયા નદીના પાણીમાં ડૂબી ગયું હતુ.
1 / 5
ઈન્ડિપેન્ડન્ટનો રિપોર્ટ કહે છે કે, હવે અહીં દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાઈ રહી છે. ગામના ઓટો લિંડોસો ડેમમાં હવે માત્ર 15 ટકા જ પાણી બચ્યું છે. સ્પેનના પર્યાવરણ મંત્રાલયે લોકોને ચેતવણી જાહેર કરી છે. 65 વર્ષીય પેરેઝ રોમિયોનું કહેવું છે કે, ક્લાઈમેટ ચેન્જના કારણે આવું થઈ રહ્યું છે. તેની અસરને કારણે અહીં દુષ્કાળ પડ્યો છે. આ ગામને જોઈને એવું લાગે છે કે જાણે કોઈ ફિલ્મ ચાલી રહી હોય.
2 / 5
રિપોર્ટ અનુસાર અહીંના ભયાનક ખંડેરોએ પ્રવાસીઓનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે. તેઓ અહીં પહોંચીને તસવીરો અને વીડિયો લઈ રહ્યા છે. જે ગામ સામે આવ્યું તે જોયા બાદ ઘણી બાબતો સામે આવી છે. ઉદાહરણ તરીકે, અહીં એક સમયે એક કાફે હતું, ત્યાં પાણીનો ફુવારો હતો. એ જમાનામાં ભલે ગામડું હતું, પણ અહીં ગાડીઓ હતી, જેને હવે કાટ લાગી ગયો છે.
3 / 5
અહીંના મેયર દુષ્કાળનું કારણ ઘટતા વરસાદને ગણાવે છે. તેમનું કહેવું છે કે, છેલ્લા કેટલાક મહિનામાં અહીં ઓછો વરસાદ થયો છે, જેના કારણે આવી સ્થિતિ સર્જાઈ છે. જોકે રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, પોર્ટુગલની સરકારે વીજળી પેદા કરવા અને પાણીની સિંચાઈ કરવા માટે 6 ડેમ બનાવવાનો આદેશ આપ્યો હતો. ગ્રામજનોની સતત ફરિયાદો બાદ અધિકારીઓએ તેની નોંધ લીધી હતી.
4 / 5
પર્યાવરણ મંત્રાલયના અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે અહીંના ડેમમાં પાણી તેમની ક્ષમતાના 44 ટકા જેટલું છે. છેલ્લા એક દાયકામાં આવા 61 ટકા જળાશયો જોવા મળ્યા છે જેમાં પાણી સરેરાશ ક્ષમતા કરતા ઓછું છે. પરંતુ 2018માં દુષ્કાળની સ્થિતિ કરતાં દરેકનું સ્તર સારું છે.