રીહાના ફેન્ટી બ્યુટી કોસ્મેટિક ઉત્પાદન કરતી કંપનીની માલકિન છે અને વિશ્વના બીજા સૌથી ધનિક વ્યક્તિ, ફ્રેન્ચ અબજોપતિ બર્નાર્ડ આર્નોલ્ટની કંપની LVMH સાથે સહયોગમાં બિઝનેસ કરે છે. રીહાનાની ફેન્ટી બ્યુટી લાઇનમાં 91 કોસ્મેટિક ઉત્પાદનોનો સમાવેશ થાય છે, ફેન્ટી બ્યુટી પ્રોડક્ટ્સ હાલમાં સમગ્ર યુ.એસ., કેનેડા, મેક્સિકો, ફ્રાન્સ, સ્પેન, ડેનમાર્ક, સ્વીડન, થાઈલેન્ડ, મલેશિયા, ઓસ્ટ્રેલિયા, સિંગાપોર તેમજ ભારતમાં પણ તેના "સેફોરા સ્ટોર્સ" ઉપલબ્ધ છે અને ભારતમાં સેફોરા સ્ટોર્સ મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડ (RRVL) દ્વારા હસ્તગત કરવામાં આવ્યા છે.