Gujarati News » Photo gallery » Taarak Mehta's Shailesh Lodha, Shikhar Dhawan, prithvi Shaw to appear on The Kapil Sharma show
The Kapil Sharma Show : તારક મહેતા, શિખર ધવન આગામી એપિસોડમાં જોવા મળશે કપિલ શર્મા શોમાં, દર્શકોનું કરશે ભરપુર મનોરંજન
'The Kapil Sharma Show' દર અઠવાડિયે તેના પ્લેટફોર્મ પર વિવિધ ક્ષેત્રના પ્રખ્યાત સ્ટાર્સનું સ્વાગત કરે છે. કપિલ શર્મા શોમાં મહેમાનો સાથે ખૂબ જ રસપ્રદ વાતો કરીને દર્શકોનું મનોરંજન કરે છે.
સોની ટીવીના કોમેડી શો 'ધ કપિલ શર્મા શો'માં શનિવાર અને રવિવારના એપિસોડ વધુ રમૂજી અને મજેદાર હશે કારણ કે શોના આગામી શનિવારના એપિસોડમાં જાણીતા કવિ શૈલેષ લોઢા, સંજય ઝાલા અને મુમતાઝ જોવા મળશે.
1 / 5
શનિવારના એપિસોડમાં હાસ્ય કવિઓ સાથેની મોજ બાદ કપિલ શર્મા રવિવારના એપિસોડમાં ટીમ ઈન્ડિયાના પ્રખ્યાત ક્રિકેટર શિખર ધવન અને પૃથ્વીનું તેના શોમાં સ્વાગત કરવા જઈ રહ્યો છે.
2 / 5
કપિલ શર્માના સ્ટેજ પર આવેલા કોમેડિયન પોતાનો અનુભવ દર્શકો સાથે શેર કરશે. પોતાના રસપ્રદ અનુભવ શેર કરવાની સાથે આ પ્લેટફોર્મ પર કવિતાઓ પણ સાંભળવા મળશે.
3 / 5
આ મહેમાનો સાથે મનોરંજનની મજા બમણી કરીને, શોના કલાકારો સુદેશ લહેરી, કૃષ્ણા અભિષેક, ચંદન પ્રભાકર, રોશેલ રાવ અને કીકુ શારદા હંમેશની જેમ પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરશે.
4 / 5
એક દિવસ અદ્ભુત કવિતાઓનો આનંદ અને બીજા દિવસે પ્રખ્યાત ક્રિકેટર શિખર ધવનનું વાંસળી વગાડવું, કપિલ શર્માનો શો જોનારાઓ માટે આ આખું અઠવાડિયું ખૂબ જ મનોરંજક રહેશે.