SSR Top 5 Movies: ‘કાય પો છે!’ થી ‘છીછોરે’ સુધી, આ છે Sushant Singh Rajput ની ટોપની 5 ફિલ્મો, દર વખતે એક અલગ ભૂમિકા સાથે જીત્યું દિલ

Sushant Singh Rajput: બોલિવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના નિધનને એક વર્ષ થઈ રહ્યું છે. સુશાંત સિંહ રાજપૂતનું ગયા વર્ષે 14 જૂને અવસાન થયું હતું. સુશાંત સિંહ રાજપૂત મુંબઈના તેમના એપાર્ટમેન્ટમાં આવેલા રૂમમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. પોલીસે ફાંસી લગાવીને આત્મહત્યા કરવાની વાત કરી હતી. જો કે પરિવારજનોએ તેમની હત્યાની આશંકા વ્યક્ત કરી હતી.

  • Updated On - 11:08 am, Mon, 14 June 21 Edited By: Bhavesh Bhatti
1/6
સુશાંતસિંહ રાજપૂત મૂળ બિહારના રહેવાસી હતા. તેમણે સિનેમા જગતમાં પોતાનું સ્થાન બનાવ્યું. તે એ સ્ટાર્સમાંથી એક હતા જેમણે પહેલા નાના પડદે અને ત્યારબાદ સિનેમા જગત પર વર્ચસ્વ મેળવ્યું. સુશાંત સિંહ રાજપૂતે તેમની કારકિર્દીમાં ઘણી શાનદાર ફિલ્મો આપી છે જે પ્રેક્ષકોના દિલમાં વસેલી છે. અમે તમને સુશાંત સિંહ રાજપૂતની પાંચ ફિલ્મો જણાવીએ છીએ, જેમાં સુશાંતે પોતાનો દમદાર અભિનય આપ્યો હતો.

2/6
કાય પો છે! (Kai Po Che):- કાય પો છે સુશાંતની કારકિર્દીની પહેલી ફિલ્મ છે. આ ફિલ્મની સાથે સુશાંતે નાના પડદેથી મોટા પડદા પર પગ રાખ્યો હતો. 2013 ની આ ફિલ્મ ચેતન ભગતની ઉપન્યાસ ધ 3 મિસ્ટેક્સ ઓફ માય લાઇફ પર આધારિત હતી. આ ફિલ્મમાં સુશાંતે ઇશાનનું પાત્ર ભજવ્યું હતું. તેમના પાત્રને ખૂબ પસંદ કરવામાં આવ્યું હતું. અને તેમણે તેમની પહેલી જ ફિલ્મથી ચાહકોના હૃદયમાં સ્થાન બનાવ્યું હતું.

3/6
ધોની (MS DHONI: The Untold Story):- ભારતીય ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોનીના જીવન પર બનેલી ફિલ્મ એમ.એસ. ધોની: ધ અનટોલ્ડ સ્ટોરીમાં પણ સુશાંત જોવા મળ્યા હતા. આ ફિલ્મમાં સુશાંતનો અભિનય ખૂબ પસંદ આવ્યો હતો. વર્ષ 2016 માં આવેલી આ ફિલ્મમાં સુશાંત ઉપરાંત અભિનેત્રી કિયારા અડવાની (Kiara Advani) અને દિશા પાટણી (Disha Patani) પણ જોવા મળી હતી.

4/6
કેદારનાથ (Kedarnath):- અભિનેત્રી સારા અલી ખાનની પહેલી ફિલ્મ કેદારનાથમાં સુશાંતે મન્સુરનું મુખ્ય પાત્ર ભજવ્યું હતું. આ ફિલ્મમાં પણ સુશાંતને ખૂબ પસંદ કરવામાં આવ્યા હતા. આ ફિલ્મ વર્ષ 2018 માં રિલીઝ થઈ હતી. જેણે મોટા પડદા પર સારી કમાણી કરી હતી.

5/6
છીછોરે (chhichhore):- ફિલ્મ છીછોરે આજે બધાને ખૂબ જ યાદ આવે છે. આ ફિલ્મમાં સુશાંતે પોતે કહ્યું હતું કે 'આત્મહત્યા એ કોઈ પણ સમસ્યાનું સમાધાન નથી. આપણે લડવું જોઈએ 'અને સુશાંત પોતે જીવનમાં લડી શક્યા નહીં. સુશાંતની આ ફિલ્મ વર્ષ 2019 માં આવી હતી જેને સારી રીતે પસંદ કરવામાં આવી હતી.

6/6
સોનચિડિયા (sonchiriya):- તેમણે વર્ષ 2019 માં ફિલ્મ સોનચિડિયામાં કામ કર્યું હતું. અભિષેક ચૌબેનાં દિગ્દર્શિત આ ફિલ્મમાં સુશાંત સિંહ રાજપૂત બાગી બન્યા હતા અને તેમનું પાત્રનું નામ હતું લાખન. ખાકી પહેરીને બંદૂક પકડીને સુશાંત એકદમ પ્રભાવશાળી લાગ્યા હતા.

Click on your DTH Provider to Add TV9 Gujarati