
ઑગસ્ટ 2027નું પૂર્ણ સૂર્યગ્રહણ તેની શરૂઆત એટલાન્ટિક મહાસાગરના વિસ્તારોમાંથી કરશે અને ત્યારબાદ જિબ્રાલ્ટર સ્ટ્રેટ નજીક ભૂમિ પર પ્રવેશ કરશે. પ્રથમ દૃશ્ય દક્ષિણ સ્પેન, જિબ્રાલ્ટર અને મોરોક્કોમાં જોવા મળશે. ત્યારબાદ આ ખગોળીય ઘટના અલ્જીરિયા, ટ્યુનિશિયા, લિબિયા અને ઇજિપ્ત સુધી પહોંચશે, જ્યાં તે આકાશમાં પોતાના સર્વોચ્ચ તબક્કે હશે. (Credits: - Canva)

ઇજિપ્ત પછી આ સૂર્યગ્રહણ લાલ સમુદ્રને પાર કરીને સાઉદી અરેબિયા, યમન અને સોમાલિયામાં પણ જોવા મળશે. સ્પેનના કેડિઝ અને માલાગા શહેરો ચાર મિનિટથી વધુ સમય માટે પૂર્ણ અંધકારનો અનુભવ કરશે. મોરોક્કાના ટેન્જિયર અને ટેટુઆન શહેરોમાં આ ઘટના વિશેષ રૂપે સ્પષ્ટ દેખાશે, કારણ કે તે મધ્ય પડછાયા પટ્ટીના કેન્દ્ર ભાગમાં આવશે.

આ સૂર્યગ્રહણ દરમિયાન લિબિયાના આકાશમાં આશરે પાંચ મિનિટ સુધી અંધકાર છવાઈ જશે, જ્યારે ઇજિપ્તનું પ્રસિદ્ધ ઐતિહાસિક શહેર લુક્સર લગભગ છ મિનિટ સુધી ઘોર અંધકારમાં ગરકાવ રહેશે. ઇટાલીના લેમ્પેડુસા ટાપુ પર સૂર્ય લગભગ સંપૂર્ણપણે ઢંકાઈ જશે. આ અદ્ભુત ખગોળીય ઘટના અંતમાં સાઉદી અરેબિયાના જેદ્દાહ અને મક્કા શહેરો સાથે, યમન અને સોમાલિયાના કેટલાંક વિસ્તારોમાં નજરે પડશે. નોંધનીય છે કે ઓગસ્ટ 2027નું આ ગ્રહણ ભારત અને તેની આસપાસના દેશોમાં દેખાશે નહીં. (Credits: - Canva)