
અપોલો હોસ્પિટલ, અમદાવાદના ઇન્ટરવેન્શનલ ન્યુરોલોજીસ્ટ ડો. દેવાશીષ વ્યાસે જણાવ્યું કે, “સ્ટ્રોકની સારવાર શક્ય છે અને વહેલી મેડિકલ કેર રિકવરીમાં નોંધપાત્ર સુધારો કરી શકે છે. સ્ટ્રોક કોઇપણ ઉંમરના વ્યક્તિને આવી શકે છે અને જો તમને લક્ષણો અનુભવાય તો તાત્કાલિક ધોરણે સ્ટ્રોક-રેડી હોસ્પિટલ જવું જોઇએ.

ડૉ. વ્યાસે સ્ટ્રોકની સારવારમાં “ગોલ્ડન અવર”ની મહત્વતા ઉપર ભાર મૂક્યો હતો. તેમણે ઉમેર્યું હતું કે, સ્ટ્રોક આવ્યાં બાદ પ્રથમ 60 મિનિટ ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ “ગોલ્ડન અવર”માં ક્લોટને રોકતી દવાઓ અને મિકેનિકલ થ્રોમ્બેક્ટોમી જેવી સારવાર લોહીને પ્રવાહને પુનઃસ્થાપિત કરવામાં તેમજ મગજને નુકશાન ઘટાડવામાં કારગર નિવડે છે.

અપોલો હોસ્પિટલ, અમદાવાદના સિનિયર કન્સલ્ટન્ટ ન્યુરોલોજીસ્ટ ડૉ. સુચેતા મુદગેરિકર જણાવ્યું કે, “હવે સમય બદલાયો છે અને સ્ટ્રોકમાં હવે આશા રાખવી એક માત્ર પરિબળ નથી. આજે, પ્રભાવી સારવાર ઉપલબ્ધ છે, જે દર્દીને રિકવર થવામાં અને દૈનિક જીવનમાં પરત ફરવામાં મદદ કરે છે. આ સારવારથી દર્દી રિકવરી પ્રાપ્ત કરીને રોજિંદી કામ ફરીથી શરૂ કરવા સક્ષમ બને છે. વહેલા હસ્તક્ષેપથી ખરા અર્થમાં સારા પરિણામો મળી શકે છે.”

સ્ટ્રોકની સારવારના વિકલ્પો અસરકારક હોવાની સાથે-સાથે તેનાથી બચવા માટે પ્રિવેન્શન પણ સૌથી પ્રભાવી પરિબળ છે. વર્લ્ડ સ્ટ્રોક ડે આપણને જાગૃકતા, પ્રિવેન્શન અને સમયસર પગલા ભરવાની યાદ અપાવે છે, જેનાથી રિકવરી અને લાંબાગાળાની અક્ષમતા વચ્ચે અંતર પેદા કરી શકાય છે. સ્વાસ્થ્ય અધિકારીઓ લોકોને જોખમી પરિબળો સમજવા, વહેલા લક્ષણોની ઓળખ કરવા તથા જરૂર પડ્યે તાત્કાલિક સારવાર માટે લોકોને પ્રોત્સાહિત કરે છે.
Published On - 7:38 pm, Tue, 28 October 25