
Muthoot Finance Ltd: આ શેરની માર્કેટ પ્રાઈઝ આજે 3306 પર છે, આ શેર તેની ટાર્ગેટ પ્રાઈઝ પાર કરી ચૂક્યો છે ત્યારે હવે જો આ એક વર્ષ દરમિયાન આ શેર વધે છે તો 16%ના વધારા સાથે આ શેરનો ભાવ 3860 રુપિયા પર આવી શકે છે પણ જો શેરના ભાવ ઘટે છે તો 31%ના મોટા ઘટાડા સાથે આ શેર તૂટીને સીધા 2,253 રુપિયા પર આવી શકે છે. હવે આ શેર પર અનાલિસ્ટ શું કહે છે ચાલો સમજીએ

આ શેર પર 24 એનાલિસ્ટે પોતાની રાય આપી છે જેમાંથી 9 એનાલિસ્ટ આ શેરને સ્ટ્રોંગલિ Buy કરવાની રાય આપી છે આ સિવાય બીજા 5 એનાલિસ્ટ પણ Buy કરવા કહી રહ્યા છે. આ શેર પર 5 એનાલિસ્ટ Hold કરવા તો બીજા 5 એનાલિસ્ટ શેરને Sell કરવા અંગે રાય આપી રહ્યા છે.

Marico Limited: 719 પર ચાલી રહેલ આ શેરની ટાર્ગેટ પ્રાઈઝ 804 રુપિયા આપવામાં આવી છે. આ વર્ષ દરમિયાન શેરના ભાવમાં વધારો જોવા મળે છે તો 27%ના વધારા સાથે આ શેર 920 રુપિયા સુધી પહોંચી શકે છે પણ જો ભાવમાં ઘટાડો નોંધાયો તો 31%ના ઘટાડા સાથે 490 રુપિયા પર પહોંચી શકે છે. ત્યારે આ અંગે અનાલિસ્ટ શું કહે છે ચાલો સમજીએ

આ શેર પર 42 એનાલિસ્ટે પોતાની રાય આપી છે જેમાંથી મોટાભાગના એનાલિસ્ટા આ શેરને સ્ટ્રોંગલિ Buy કરવા કહી રહ્યા છે અહીં 30 એનાલિસ્ટ શેર Buy કરવા તો 8 એનાલિસ્ટ આ શેરને Hold કરવા કહી રહ્યા છે. આ શેર પર 4 એનાલિસ્ટ Sell કરવા અંગે પણ કહી રહ્યા છે, પણ વધારે એનાલિસ્ટની રાય Buy કરવા તરફ છે.

PCBL Chemical Limited: 350 રુપિયાનો આ શેર પર 427 રુપિયા ટાર્ગેટ પ્રાઈઝ આપવામાં આવી છે. આ એક વર્ષ દરમિયાન આ શેર મોટો વધારો થવાના શક્યતાઓ જોવા મળી રહી છે જો અહીંથી આ શેરનો ભાવ વધે છે તો 71%ના મોટા વધારા સાથે ભાવ 600 રુપિયા સુધી પહોંચી શકે છે પણ જો ભાવ ઘટે છે તો 2%ના નજીવા ઘટાડા સાથે ભાવ 340 પર આવી શકે છે આ શેર પર હવે એનાલિસ્ટ શું કહે છે ચાલો જાણીએ

આ શેર પર 10 એનાલિસ્ટે પોતાની રાય આપી છે તેમાંથી 4 એનાલિસ્ટ આ શેરને સ્ટ્રોંગલિ Buy કરવા કહી રહ્યા છે આ સિવાય 1 એક્સપર્ટ પણ શેર Buy કરવા કહી રહ્યા છે આ સિવાય 3 એનાલિસ્ટ આ શેરને Hold કરવા કહી રહ્યા છે અને 2 એનાલિસ્ટ આ શેરને Sell કરવા અંગે પોતાની રાય આપી છે.