Stocks Forecast : રુ 350ના શેરમાં થઈ શકે છે 600 રુપિયા સુધીનો વધારો, કમાણી કરાવશે આ 4 શેર
તમે ખરીદેલો શેર ભવિષ્યમાં કેટલો વધશે કે ઘટશે તે જાણવા માંગો છો તો ચાલો જાણીએ અહીં કેટલાક શેરના ફોરકાસ્ટની માહિતી. આજે અમે 4 શેરના ફોરકાસ્ટ અંગે તમને માહિતી આપવાના છે.

કોઈ કંપનીનો શેર ભવિષ્યમાં વધશે કે ઘટશે તે અંગે માહિતીને નિષ્ણાંતો દ્વારા કે તેના ડેટા અને ચાર્જ દ્વારા આપવામાં સ્ટોક ફોરકાસ્ટ કહે છે. જો તમે કોઈ પણ શેર ભવિષ્યમાં કેટલો વધશે કે ઘટશે તે જાણવા માંગો છો તો ચાલો જાણીએ અહીં કેટલાક શેરના ફોરકાસ્ટની માહિતી. આજે અમે 4 શેરના ફોરકાસ્ટ અંગે તમને માહિતી આપવાના છે.

United Spirits Limited: આ શેરની માર્કેટ પ્રાઈઝ 1409 રુપિયા પર છે. આ શેર પર 1584 રુપિયાની ટાર્ગેટ પ્રાઈઝ આપવામાં આવી છે. જો આ એક વર્ષ દરમિયાન આ શેરનો ભાવ વધે છે તો 31%ના વધારા સાથે 1860 રુપિયા પર પહોંચી તેવી સંભાવના છે, પણ જો ભાવ ઘટે છે તો 7%ના ઘટાડા સાથે 1300 પર ભાવ આવી શકે છે. ત્યારે આ શેર ખરીદવો, વેચવો કે હોલ્ડ કરવો આ અંગે એક્સપર્ટ શું કહે છે ચાલો જાણીએ.

આ શેર પર 24 અનાલિસ્ટે પોતાની રાય આપી છે અહીં 24માંથી 14 એનાલિસ્ટ આ શેર સ્ટ્રોંગલિ Buy કરવા કહી રહ્યા છે જ્યારે બીજા 5 અનાલિસ્ટ પણ Buy કરવા કહી રહ્યા છે. આ શેર પર બીજા 3 એનાલિસ્ટ Hold કરવા તો 2 અનાલિસ્ટ આ શેરને sell કરવા કહી રહ્યા છે.

Muthoot Finance Ltd: આ શેરની માર્કેટ પ્રાઈઝ આજે 3306 પર છે, આ શેર તેની ટાર્ગેટ પ્રાઈઝ પાર કરી ચૂક્યો છે ત્યારે હવે જો આ એક વર્ષ દરમિયાન આ શેર વધે છે તો 16%ના વધારા સાથે આ શેરનો ભાવ 3860 રુપિયા પર આવી શકે છે પણ જો શેરના ભાવ ઘટે છે તો 31%ના મોટા ઘટાડા સાથે આ શેર તૂટીને સીધા 2,253 રુપિયા પર આવી શકે છે. હવે આ શેર પર અનાલિસ્ટ શું કહે છે ચાલો સમજીએ

આ શેર પર 24 એનાલિસ્ટે પોતાની રાય આપી છે જેમાંથી 9 એનાલિસ્ટ આ શેરને સ્ટ્રોંગલિ Buy કરવાની રાય આપી છે આ સિવાય બીજા 5 એનાલિસ્ટ પણ Buy કરવા કહી રહ્યા છે. આ શેર પર 5 એનાલિસ્ટ Hold કરવા તો બીજા 5 એનાલિસ્ટ શેરને Sell કરવા અંગે રાય આપી રહ્યા છે.

Marico Limited: 719 પર ચાલી રહેલ આ શેરની ટાર્ગેટ પ્રાઈઝ 804 રુપિયા આપવામાં આવી છે. આ વર્ષ દરમિયાન શેરના ભાવમાં વધારો જોવા મળે છે તો 27%ના વધારા સાથે આ શેર 920 રુપિયા સુધી પહોંચી શકે છે પણ જો ભાવમાં ઘટાડો નોંધાયો તો 31%ના ઘટાડા સાથે 490 રુપિયા પર પહોંચી શકે છે. ત્યારે આ અંગે અનાલિસ્ટ શું કહે છે ચાલો સમજીએ

આ શેર પર 42 એનાલિસ્ટે પોતાની રાય આપી છે જેમાંથી મોટાભાગના એનાલિસ્ટા આ શેરને સ્ટ્રોંગલિ Buy કરવા કહી રહ્યા છે અહીં 30 એનાલિસ્ટ શેર Buy કરવા તો 8 એનાલિસ્ટ આ શેરને Hold કરવા કહી રહ્યા છે. આ શેર પર 4 એનાલિસ્ટ Sell કરવા અંગે પણ કહી રહ્યા છે, પણ વધારે એનાલિસ્ટની રાય Buy કરવા તરફ છે.

PCBL Chemical Limited: 350 રુપિયાનો આ શેર પર 427 રુપિયા ટાર્ગેટ પ્રાઈઝ આપવામાં આવી છે. આ એક વર્ષ દરમિયાન આ શેર મોટો વધારો થવાના શક્યતાઓ જોવા મળી રહી છે જો અહીંથી આ શેરનો ભાવ વધે છે તો 71%ના મોટા વધારા સાથે ભાવ 600 રુપિયા સુધી પહોંચી શકે છે પણ જો ભાવ ઘટે છે તો 2%ના નજીવા ઘટાડા સાથે ભાવ 340 પર આવી શકે છે આ શેર પર હવે એનાલિસ્ટ શું કહે છે ચાલો જાણીએ

આ શેર પર 10 એનાલિસ્ટે પોતાની રાય આપી છે તેમાંથી 4 એનાલિસ્ટ આ શેરને સ્ટ્રોંગલિ Buy કરવા કહી રહ્યા છે આ સિવાય 1 એક્સપર્ટ પણ શેર Buy કરવા કહી રહ્યા છે આ સિવાય 3 એનાલિસ્ટ આ શેરને Hold કરવા કહી રહ્યા છે અને 2 એનાલિસ્ટ આ શેરને Sell કરવા અંગે પોતાની રાય આપી છે.
Stocks Forecast: આ 4 શેરમાં આવશે મોટો ઉછાળો ! જો તમારી પાસે નથી તો એક્સપર્ટે કહ્યું ખરીદો, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો
