
Apollo Tyres Limited: અપોલો ટાયરનો શેરની માર્કેટ પ્રાઈઝ 501 રુપિયા છે, તેની ટાર્ગેટ પ્રાઈઝ 520 આપવામાં આવી છે. જો આ શેરની પ્રાઈઝ વધે છે તો 22%ના વધારા સાથે 615 પર આવી શકે છે પણ જો ભાવ ઘટે છે તો 15%ના ઘટાડા સાથે 425 પર ભાવ આવી શકે છે.

આ શેર પર 24 એક્સપર્ટે પોતાની રાય આપી છે જેમાંથી 16 એક્સપર્ટ આ શેરને સ્ટ્રોંગલિ Buy કરવાનું કહી રહ્યા છે જ્યારે 4 એક્સપર્ટ હોલ્ડ કરવા અને 3 એક્સપર્ટ આ શેરને sell કરવા કહી રહ્યા છે. એટલે કે આ શેર પર એક્સપર્ટ ખરીદવા અંગે વધારે રાય આપી રહ્યા છે.

NATCO Pharma Limited: નેટકો ફાર્માના શેરની કિંમત 819 રુપિયા છે જેના પર ટાર્ગેટ પ્રાઈઝ 960 રુપિયામાં આવી છે હવે જો આ શેરનો ભાવ વધે છે તો 78%ના મોટા વધારા સાથે 1460 રુપિયા પર પહોંચી શકેની સંભાવના છે પણ જો ભાવ ઘટે છે તો 17%ના ઘટાડા સાથે 712 રુપિયા પર આવી શકે છે.

આ શેર ખરીદવા અંગે એક્સપર્ટ શું કહે છે તે જાણીએ તે આ શેર પર 11 એક્સપર્ટે પોતાની રાય આપી છે જેમાંથી 2 એક્સપર્ટ આ શેરને સ્ટ્રોંગલી Buy કરવા કહે છે જ્યારે 4 એક્સપર્ટ આ શેરને Hold કરવા કહે છે જ્યારે સામે 4 એક્સપર્ટ તેને સ્ટ્રોંગલી sell કરવા અને બીજા 1 એક્સપર્ટ પણ sell કરવા કહી રહ્યા છે.

LTIMindtree Limited: આ શેરની હાલની કિંમત 5,684 રુપિયા છે તેની ટાર્ગેટ પ્રાઈઝ 5,841 આપવામાં આવી છે. જો આ શેરનો ભાવ વધે છે તો 21%ના વધારા સાથે 6900 રુપિયા પર આવી શકે છે પણ જો ભાવ ઘટે તો 25%ના ઘટાડા સાથે 4250 પર આવી શકે છે. હવે આ શેર ખરીદવો કે નહીં અંગે એક્સપર્ટ શું કહે છે ચાલો જાણીએ

આ શેર પર 43 એકસપર્ટે પોતાની રાય આપી છે જેમાંથી 18 એક્સપર્ટ આ શેરને સ્ટ્રોંગલી Buy કરવા તો બીજા 6 એક્સપર્ટ પણ buy કરવા કહે છે જ્યારે 11 એકસપર્ટ તેને Hold કરવા કહે છે તેમજ 3 એક્સપર્ટ આ શેરને sell કરવા અને 5 એકસપર્ટ સ્ટ્રોંગલી sell કરવા કહે છે.