
MTAR Technologies Ltd: મશીન કંપની MTARની માર્કેટ પ્રાઈડ 2,419 રુપિયા છે જોકે આ શેર તેની ટાગ્રેટ પ્રાઈઝથી ઉપર ઉછળી ગયો છે. ત્યારે આ શેરના આ 1 વર્ષ દરમિયાન વધશે કે ઘટશે તે અંગે એક્સપર્ટની રાય જાણવી જરુરી છે. ત્યારે આ શેર તેના ટાગ્રેટ પ્રાઈઝથી ઉપર ટ્રેન્ડ કરી રહ્યો છે તો જો અહીં તે વધે છે તો 19%ના વધારા સાથે 2900 રુપિયા પર આવી શકે છે પણ જો ઘટે છે 20%ના મોટા ઘટાડા સાથે 1928 પર આવી શકે છે હવે આ શેર ખરીદવો, વેચવો કે હોલ્ડ કરવો આ અંગે એક્સપર્ટ શું કહે છે તે સમજીએ

આ શેર પર 4 એક્સપર્ટે પોતાની રાય આપી છે જેમાંથી 3 એક્સપર્ટે આ શેરને સ્ટ્રોંગલિ Buy કરવા કહી રહ્યા છે અને 1 એક્સપર્ટ પણ Buy કરવા કહી રહ્યા છે. આ શેર પર હજુ સુધી કોઈપણ એક્સપર્ટે Sell કરવા અંગે નથી કહ્યું. ત્યારે આ શેરના પણ ભવિષ્યમાં વધવાની શક્યતાઓ જણાઈ રહી છે.

Aditya Birla Lifestyle Brands Ltd: આદિત્ય બિરલા કંપનીનો આ શેર ખુબ પોઝિટિવ સંકેતો આપી રહ્યો છે. હાલ આ શેરની પ્રાઈઝ 130 રુપિયા છે તેમજ આ શેરનો ટાર્ગેટ પ્રાઈઝ 159 રુપિયા આપવામાં આવ્યો છે. હવે આ ચાર્ટમાં દેખાઈ રહ્યું છે કે આ શેર મીનીમમ વધે છે તો 5%ના વધારા સાથે 138 પર આવી શકે છે. તેમજ તો આ શેર ટાર્ગેટ પ્રાઈઝ પર પહોંચે તો 22%ના વધારા સાથે 159 પર આવી શકે છે પણ જો આ વર્ષ દરમિયાન શેરનો ભાવ ઉછળે તો 37%ના મોટા વધારા સાથે 180 રુપિયા પર પહોંચી શકે છે. હવે આ શેર પર એક્સપર્ટ ખરીદવા કે વેચવા અંગે શું કહે છે ચાલો જાણીએ

આ શેર પર 9 એક્સપર્ટે એક વર્ષ માટે રાય આપી છે , જેમાંથી 4 એક્સપર્ટ આ શેરને સ્ટ્રોંગલિ Buy કરવા કહે છે જ્યારે બીજા 4 એક્સપર્ટ શેર હોય તો તેને Hold કરવા કહે છે, આ સિવાય એક એક્સપર્ટ આ શેર Sell કરવા કહી રહ્યા છે.

Siemens Limited: આ કંપનીના માર્કેટ પ્રાઈઝ હાલ 3,033 રુપિયા છે. આ શેરની ટાર્ગેટ પ્રાઈજ 3,359 રુપિયા આપવામાં આવી છે. આ શેર જો આ વર્ષ દરમિયાન વધે છે તો મોટા ઉછાળા સાથે ભાવ 4200 સુધી પહોંચી શકે છે પણ જો શેરના ભાવમાં ઘટાડો થાય તો ભાવ 2780 પર આવી શકે છે હવે આ શેર પર એક્સપર્ટ શું કહે છે ચાલો જાણીએ

આ શેર પર 24 એક્સપર્ટે પોતાની રાય આપી છે જેમાંથી 8 એક્સપર્ટ આ શેરને સ્ટ્રોંગલિ Buy કરવા તો બીજા 4 એક્સપર્ટ પણ આ શેરને Buy કરવા કહી રહ્યા છે. જ્યારે 5 એક્સપર્ટ આ શેરને Hold કરવા કહી રહ્યા છે. આ શેર પર Sell કરવા માટે પણ 3 એક્સપર્ટે રાય આપી છે અને સ્ટ્રોંગલિ Sell કરવા અંગે પણ 4 એક્સપર્ટ જણાવી રહ્યા છે.
Published On - 3:14 pm, Sun, 9 November 25