
JSW Energyના શેરના ઉતાર-ચઢાવ વિશે આજે આપણે આ ચાર્ટ દ્વારા સમજીશું. અહી તમે જોઈ શકો છો કે, આ કંપનીના શરે પર 16 એક્સપર્ટે એનાલિસિસ કર્યું છે.JSWની ટાર્ગેટ પ્રાઈઝ 601.45 છે, ત્યારે એક્સપર્ટે એવી સંભાવના વ્યક્ત કરી છે કે, આવનારા સમયમાં આ કંપનીનો શેર 700.00 સુધી ઉપર જઈ શકે છે. તેમજ આ શેરના ભાવ ઘટી પણ શકે છે,486.00 પર પણ આવી શકે છે.

આ શેરને લઈ એક્સપર્ટ ખરીદવા, હોલ્ડ કરવા કે વેંચવા પર શું કહી રહ્યા છે. તેના વિશે વિસ્તારથી જાણીએ. તો 16માંથી 2 એક્સપર્ટે આ શેરને સ્ટ્રોંગ બાય કહી રહ્યા છે. 16માંથી 7 એક્સપર્ટ શેરને હોલ્ડ પર રાખવાનું કહી રહ્યા છે. જ્યારે 3 એક્સપર્ટે વેંચવાનું કહી રહ્યા છે.

Tata Elxsi લિમેટેડના શેરની ટાર્ગેટ પ્રાઈઝની જો આપણે વાત કરીએ તો 4,687.95 રુપિયા છે. જેના પર 17 એક્સપર્ટે એનાલિસિસ કર્યું છે. તેમણે એવી શક્યતા વ્યકત કરી છે કે, આ કંપનીના શેર 5.765.00 સુધી ઉપર જઈ શકે છે. તેમજ આ કંપનીના શેરના ભાવમાં ઘટાડો 4,000.00 સુધી આવી શકે છે. આ શેરની એવરેજ પ્રાઈઝ 4,687.95 સુધી રહી શકે છે.

હવે લોકો વિચારી રહ્યા છે કે,Tata Elxsi લિમેટેડના શેર ખરીદવા જોઈએ વેચવા જોઈએ કે, હાલમાં હોલ્ડ પર રાખવા જોઈએ તો, 17માંથી માત્ર 1 એક્સપર્ટ આ કંપનીના શેર ખરીદવાનું કહી રહ્યા છે. તેમજ 17માંથી 14 એક્સપર્ટ કહી રહ્યા છે કે, જો તમારી પાસે પણ આ કંપનીના શેર છે તો હાલમાં વેચી દો. તેવી સંભાવના વ્યક્ત કરી છે.

નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં કે IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. શેરબજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.