Stocks Forecast 2025 : જો તમારી પાસે પણ છે આ કંપનીના શેર તો ડૂબશો નહી, જાણો એક્સપર્ટે શું કહ્યું
આજે અમે તમને એવા 3 શેરના ફોરકાસ્ટ વિશે જણાવી રહ્યા છે કે જેમાં ભવિષ્યમાં ભાવ ઘટી શકે છે કે વધી શકે છે તે અંગે એક્સપર્ટ શું કહે છે ચાલો જાણીએ

શેરબજારના રોકાણકારો માટે સારા સમાચાર છે. Manappuram Finance Ltd,JSW Energy અને Tata Elxsiના શેર તમારી પાસે પણ છે. તો ચાલો જાણી લો એક્સપર્ટે આ શેરને વેંચવાનું કે હજુ વધારે ખરીદવાનું કહી રહ્યા છે.

Manappuram Finance Ltdના શેરમાં આવનાર દિવસોમાં શું થશે.તેના ભાવ ઉપર જશે કે નીચે તેના વિશે આજે આપણે આ ચાર્ટ દ્વારા સમજીશું. અહી તમે જોઈ શકો છો કે, આ કંપનીના શરે પર 15 એક્સપર્ટે એનાલિસિસ કર્યું છે.Manappuram Finance Ltdની ટાર્ગેટ પ્રાઈઝ 276.65 છે, ત્યારે એક્સપર્ટે એવી સંભાવના વ્યક્ત કરી છે કે, આવનારા સમયમાં આ કંપનીનો શેર 320.00 સુધી ઉપર જઈ શકે છે. તેમજ આ શેરના ભાવ ઘટી પણ શકે છે. 12 ટકાના ઘટાડાની સાથે 240.00 પર પણ આવી શકે છે.

આ શેર ખરીદવો, વેચવો કે હોલ્ડ કરવો તેના પર એક્સપર્ટ શું કહે છે તેના વિશે વિસ્તારથી જાણીએ તો આ ચાર્ટમાં જોઈ શકો છો કે 16 એક્સપર્ટે પોતાનું મંતવ્ય આપ્યું છે. તેમાંથી 2 એક્સપર્ટ સ્ટ્રોંગબાય કરવા કહી રહ્યા છે તેમજ અન્ય 3 એક્સપર્ટ પણ શેર Buyનું કહી રહ્યા છે. આ સિવાય 7 એક્સપર્ટ એવા છે જે આ શેરને Hold કરવાનું કહી રહ્યા છે અને આ બધા માંથી માત્ર એક એક્સપર્ટ Sell કરવા કહી રહ્યા છે. એટલે કે આ શેર ખરીદવો કે હોલ્ડ કરવા રાખવી તેની એક્સપર્ટે શક્યતા વ્યકત કરી છે.

JSW Energyના શેરના ઉતાર-ચઢાવ વિશે આજે આપણે આ ચાર્ટ દ્વારા સમજીશું. અહી તમે જોઈ શકો છો કે, આ કંપનીના શરે પર 16 એક્સપર્ટે એનાલિસિસ કર્યું છે.JSWની ટાર્ગેટ પ્રાઈઝ 601.45 છે, ત્યારે એક્સપર્ટે એવી સંભાવના વ્યક્ત કરી છે કે, આવનારા સમયમાં આ કંપનીનો શેર 700.00 સુધી ઉપર જઈ શકે છે. તેમજ આ શેરના ભાવ ઘટી પણ શકે છે,486.00 પર પણ આવી શકે છે.

આ શેરને લઈ એક્સપર્ટ ખરીદવા, હોલ્ડ કરવા કે વેંચવા પર શું કહી રહ્યા છે. તેના વિશે વિસ્તારથી જાણીએ. તો 16માંથી 2 એક્સપર્ટે આ શેરને સ્ટ્રોંગ બાય કહી રહ્યા છે. 16માંથી 7 એક્સપર્ટ શેરને હોલ્ડ પર રાખવાનું કહી રહ્યા છે. જ્યારે 3 એક્સપર્ટે વેંચવાનું કહી રહ્યા છે.

Tata Elxsi લિમેટેડના શેરની ટાર્ગેટ પ્રાઈઝની જો આપણે વાત કરીએ તો 4,687.95 રુપિયા છે. જેના પર 17 એક્સપર્ટે એનાલિસિસ કર્યું છે. તેમણે એવી શક્યતા વ્યકત કરી છે કે, આ કંપનીના શેર 5.765.00 સુધી ઉપર જઈ શકે છે. તેમજ આ કંપનીના શેરના ભાવમાં ઘટાડો 4,000.00 સુધી આવી શકે છે. આ શેરની એવરેજ પ્રાઈઝ 4,687.95 સુધી રહી શકે છે.

હવે લોકો વિચારી રહ્યા છે કે,Tata Elxsi લિમેટેડના શેર ખરીદવા જોઈએ વેચવા જોઈએ કે, હાલમાં હોલ્ડ પર રાખવા જોઈએ તો, 17માંથી માત્ર 1 એક્સપર્ટ આ કંપનીના શેર ખરીદવાનું કહી રહ્યા છે. તેમજ 17માંથી 14 એક્સપર્ટ કહી રહ્યા છે કે, જો તમારી પાસે પણ આ કંપનીના શેર છે તો હાલમાં વેચી દો. તેવી સંભાવના વ્યક્ત કરી છે.

નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં કે IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. શેરબજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.
સ્ટોક ફોરકાસ્ટ એટલે શેરબજારને લગતી આગાહી. એટલે કે કોઈ પણ કંપનીના શેરના ભાવમાં વધારો કે ઘટાડો થશે તેની સામાન્ય સ્થિતિ કે અણસારને, પ્રયાસને સ્ટોક ફોરકાસ્ટ કહેવામાં આવે છે. શેરના ભાવિ મૂલ્યની આગાહી કરવાથી નોંધપાત્ર નફો થઈ શકે છે. આ એક પ્રકારની શેરના ભાવ અંગે પૂર્વધારણા જણાવે છે કે શેરના ભાવ હાલમાં ઉપલબ્ધ થતી માહિતીના આધારે ભવિષ્યમાં વધી શકે છે કે પછી ઘટી જશે. આ સમગ્ર માહિતી ક્વોલિફાઈડ એક્સપર્ટ અને ટેકનિકલી મળી રહેલ માહીતીના આધારે હશે. વધુ ન્યૂઝ જોવા માટે અહીં ક્લિક કરો.
