Stock Market : 15 વર્ષમાં પહેલીવાર ! દેશની ચોથી સૌથી મોટી પ્રાઇવેટ બેંક ‘સ્ટોક સ્પ્લિટ’ કરશે, શેરના ભાવ ઘટશે કે પછી રોકાણકારો…?
ભારતીય શેરબજારમાં શુક્રવાર, 14 નવેમ્બરના રોજ ટ્રેડિંગ બંધ થતાં ખાસ હલચલ જોવા મળી હતી. આ ઉછાળાનું એક કારણ દેશની ચોથી (માર્કેટ કેપિટલાઈઝેશન અને એસેટ્સના આધારે) સૌથી મોટી પ્રાઇવેટ બેંક દ્વારા શેર સ્પ્લિટનો સંકેત હતો.

દેશની ચોથી સૌથી મોટી પ્રાઇવેટ બેંક 15 વર્ષ પછી પ્રથમ વખત શેર સ્પ્લિટ પર વિચાર કરી રહી છે. રોકાણકારો માટે આ નિર્ણય મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે, કારણ કે શેર સ્પ્લિટ સામાન્ય રીતે સ્ટોકને વધુ સસ્તા બનાવે છે, જેને કારણે બજારમાં ટ્રેડિંગ વધે છે.

બેંકે એક્સચેન્જ ફાઇલિંગમાં જણાવ્યું હતું કે, ₹5 ની ફેસ વેલ્યુવાળા હાલના ઇક્વિટી શેરને નાના ભાગોમાં વિભાજીત કરવાના પ્રસ્તાવ પર ચર્ચા કરવામાં આવશે. જો આ પ્રસ્તાવ મંજૂર થાય છે, તો બેંકમાં શેરની સંખ્યામાં વધારો થશે અને તેની કિંમતમાં ઘટાડો જોવા મળી શકે છે.

બેંકે જાહેરાત કરી છે કે, તે 21 નવેમ્બરના રોજ તેની બોર્ડ મીટિંગમાં 15 વર્ષમાં પ્રથમ વખત શેર સ્પ્લિટ પર વિચાર કરશે. રોકાણકારો માટે આ પગલું મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે, કારણ કે આનાથી શેરના ભાવમાં વધુ ઘટાડો થશે, તેવી સંભાવના છે.

'સ્ટોક સ્પ્લિટ' એ એક કોર્પોરેટ ક્રિયા છે, જેમાં કંપની તેના હાલના શેરને નાના એકમોમાં વિભાજીત કરે છે. આનો ઉદ્દેશ્ય એ છે કે, શેરની કિંમત ઘટાડીને તેને સામાન્ય રોકાણકારોની પહોંચમાં લાવવામાં આવે, જેથી લિક્વિડિટી સુધરે અને ટ્રેડિંગ વોલ્યૂમ પણ વધી શકે.

Trendlyne અનુસાર, 'Kotak Mahindra Bank' દ્વારા છેલ્લે વર્ષ 2010માં શેર સ્પ્લિટ કરવામાં આવ્યું હતું. આમ જોવા જઈએ તો, 15 વર્ષ પછી આવતો આ પ્રસ્તાવ બેંકના શેરહોલ્ડર્સ માટે એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.

'Kotak Mahindra Bank' નો શેર શુક્રવારે 2,082 રૂપિયે બંધ થયો, જે ગયા દિવસની બંધ કિંમત કરતાં 0.22 ટકાની વૃદ્ધિ દર્શાવે છે. કંપનીનું હાલનું માર્કેટ કેપ 4,14,212 કરોડ રૂપિયા છે.
નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં કે IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. શેરબજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.
શેરમાર્કેટને લગતી સમગ્ર માહિતી ક્વોલિફાઈડ એક્સપર્ટ અને ટેકનિકલી મળી રહેલ માહિતીના આધારે હશે. વધુ ન્યૂઝ જોવા માટે અહીં ક્લિક કરો.
