Stocks Forecast: આ ‘3 બબ્બર સ્ટોક’ તમને માલદાર બનાવશે કે પછી….? ભવિષ્યના ભાવ જુઓ પછી જ નક્કી કરો કે, હવે આગળ શું કરવું?
શુક્રવારના રોજ એટલે કે 24 ઓક્ટોબરના દિવસે સ્ટોક માર્કેટમાં ઘટાડો જોવા મળ્યો હતો. જો કે, આ બધા વચ્ચે 3 કંપનીના શેર રોકાણકારોને મજબૂત રિટર્ન આપી શકે છે.

શેરમાર્કેટમાં શુક્રવારના રોજ 24 ઓક્ટોબરે ભારે ઘટાડો જોવા મળ્યો હતો. એવામાં 'Kotak Mahindra Bank Limited' ના શેરને લઈને 40 એનાલિસ્ટે પોતાનો મંતવ્ય રજૂ કર્યો છે. 40 માંથી 24 લોકોએ આ સ્ટોક ખરીદવાની સલાહ આપી છે, જ્યારે 13 એનાલિસ્ટે આ શેરને હોલ્ડ પર રાખવાની વાત કરી છે. નોંધનીય છે કે, ફક્ત 3 એનાલિસ્ટે જ આ સ્ટોક વેચવાની સલાહ આપી છે.

'Kotak Mahindra Bank Limited' ના સ્ટોકની વાત કરીએ તો, તે ₹2,187.00 ની આસપાસ ટ્રેડ થઈ રહ્યા છે. નિષ્ણાતોના મત મુજબ, 'Kotak Mahindra Bank Limited' ના શેર ભવિષ્યમાં +6.69% વધીને ₹2,333.25 સુધી પહોંચી શકે છે. જો કે, આવનારા 1 વર્ષમાં આ સ્ટોક +22.22% વધીને ₹2,673.00 ની આસપાસ જઈ શકે છે, જ્યારે તેમાં -13.12% સુધીનો ઘટાડો આવશે તેવી શક્યતા છે. જો ઘટાડો આવશે તો શેરની કિંમત ₹1,900 પર પહોંચી શકે છે.

'Hindalco Industries Limited' ના શેરને લઈને પણ વિશેષજ્ઞોએ પોતાનો વિચાર રજૂ કર્યો છે. જોવા જઈએ તો, 27 એનાલિસ્ટમાંથી 17 લોકોએ આ સ્ટોકને ખરીદવાની ભલામણ આપી છે. ખાસ વાત એ છે કે, 7 એનાલિસ્ટે આ સ્ટોકને હોલ્ડ પર રાખવા કહ્યું છે અને બાકીના 3 લોકોના જણાવ્યા અનુસાર, રોકાણકારોએ આ શેર વેચી દેવા જોઈએ.

'Hindalco Industries Limited' ના શેરમાં જંગી ઉછાળો જોવા મળી રહ્યો છે. આ સ્ટોક હાલ ₹824.45 પર ટ્રેડ થઈ રહ્યો છે. જો કે, ભવિષ્યમાં આ શેરનો ભાવ -4.55% જેટલો ઘટી શકે છે અને તે ₹786.95 પર જોવા મળી શકે છે. આવનારા 1 વર્ષમાં 'Hindalco Industries Limited' ના શેર +13.17% વધીને ₹933.00 જોવા મળશે, તેવી સંભાવના છે. હવે જો સ્ટોક માર્કેટમાં ખાસ ઉથલ-પાથલ જોવા મળશે તો, આ જ શેર -25.40% ના ઘટાડા સાથે ₹615.00 ની આસપાસ આવી શકે છે.

'Sun Pharmaceutical Industries Limited' ના સ્ટોક અંગે વાત કરીએ તો, આ શેરને લઈને 40 વિશ્લેષકે પોતાનો અભિપ્રાય આપ્યો છે. 40 માંથી 33 લોકોએ આ સ્ટોક ખરીદવાની વાત કરી છે. જો કે, 3 એનાલિસ્ટે આ શેરને હોલ્ડ પર રાખવાની અને 4 લોકોએ આ શેરને વેચવા અંગે કહ્યું છે.

'Sun Pharmaceutical Industries Limited' ના શેર ₹1,699.00 પર ટ્રેડ થઈ રહ્યા છે. એવામાં તેના ભાવ ભવિષ્યમાં +13.78% વધીને ₹1,933.15 સુધી પહોંચશે, તેવી ધારણા વિશ્લેષકો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. આવનારા 1 વર્ષમાં 'Sun Pharmaceutical Industries Limited' ના સ્ટોક +44.20% ની સાથે ₹2450.00 ની ટોચે પહોંચશે, તેવી સંભાવના છે. જો માર્કેટ ક્રેશ થશે તો આ શેર -7.59% ના ઘટાડા સાથે ₹1,570 ની આસપાસ જોવા મળી શકે છે.
નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં કે IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. શેરબજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.
સ્ટોક ફોરકાસ્ટ એટલે શેરબજારને લગતી આગાહી. એટલે કે કોઈ પણ કંપનીના શેરના ભાવમાં વધારો કે ઘટાડો થશે તેની સામાન્ય સ્થિતિ કે અણસારને, પ્રયાસને સ્ટોક ફોરકાસ્ટ કહેવામાં આવે છે. આના જેવી બીજી સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો
