
મીડિયા રિપોર્ટસ અનુસાર, Shipping Corporation of India પ્રતિ શેર ₹3 (30%) નું વચગાળાનું ડિવિડન્ડ આપવાની છે. આની રેકોર્ડ ડેટ 19 નવેમ્બર, 2025 છે. બીજું કે, પેમેન્ટ 30 દિવસની અંદર કરવામાં આવશે.

Sasken Technologies પ્રતિ શેર ₹12 (120%) નું વચગાળાનું ડિવિડન્ડ આપવા જઈ રહી છે. રેકોર્ડ ડેટ 13 નવેમ્બર, 2025 છે અને ચુકવણી 19 નવેમ્બર, 2025 ના રોજ અથવા તો તે પછી કરવામાં આવશે.

ADF Foods પ્રતિ શેર ₹0.60 (30%) નું વચગાળાનું ડિવિડન્ડ આપશે. રેકોર્ડ ડેટ 13 નવેમ્બર, 2025 છે અને ચુકવણી 30 દિવસની અંદર કરવામાં આવશે.

Garware Technical Fibres પ્રતિ શેર ₹8 (80%) નું વચગાળાનું ડિવિડન્ડ આપશે, તેવી જાહેરાત કંપનીએ કરી છે. રેકોર્ડ ડેટ 14 નવેમ્બર, 2025 છે અને ચુકવણી 6 ડિસેમ્બર, 2025 સુધીમાં કરવામાં આવશે.

Bayer CropScience પ્રતિ શેર ₹90 ના વચગાળાના ડિવિડન્ડ આપશે, તેવી જાહેરાત કરી છે. રેકોર્ડ ડેટ 14 નવેમ્બર, 2025 છે અને ચુકવણી 3 ડિસેમ્બર, 2025 ના રોજ કરવામાં આવશે.