
43 એનાલિસ્ટના જણાવ્યા અનુસાર, 35 લોકોએ આ SBI નો સ્ટોક ખરીદવાની સલાહ આપી છે, જ્યારે 7 લોકોએ આને હોલ્ડ પર રાખવાની વાત કરી છે. વધુમાં જોઈએ તો, ફક્ત 1 એનાલિસ્ટે આ શેરને વેચવા માટે કહ્યું છે.

હવે વાત કરીએ ITC કંપનીની તો, આ સ્ટોકને લઈને 37 એનાલિસ્ટે પોતાનો મંતવ્ય જણાવ્યો છે. 36 લોકોનું માનવું છે કે, આ સ્ટોક ખરીદવો જોઈએ. જો કે, 1 એનાલિસ્ટનું કહેવું છે કે, આ સ્ટોક હોલ્ડ પર રાખી શકાય. જાણીને નવાઈ લાગશે પણ વાત એમ છે કે, 37 એનાલિસ્ટમાંથી કોઈએ પણ આ શેરને વેચવાની સલાહ આપી નથી.

ITC નો શેર આવનારા 1 વર્ષમાં +41.79% વધીને ₹567 ના હાઇ પર જોવા મળશે, તેવી સંભાવના છે. જો કે, માર્કેટમાં જો મંદી આવશે તો પણ આ સ્ટોક ₹450 ની કિંમતે જોવા મળશે, તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

બેન્કિંગ સેક્ટરની અગ્રણી બેન્ક 'HDFC' પણ રોકાણકારોને તગડું પ્રોફિટ કમાઈ આપશે, તેવું લાગી રહ્યું છે. 43 એનાલિસ્ટના જણાવ્યા અનુસાર આ સ્ટોક આવનારા 1 વર્ષમાં ધૂમ મચાવી શકે છે. 43 એનાલિસ્ટમાંથી 41 લોકોએ 'HDFC Bank' નો શેર ખરીદવાની સલાહ આપી છે. જો કે, ફક્ત 2 લોકોએ જ આ શેરને હોલ્ડ પર રાખવાની વાત કરી છે.

જોવા જઈએ તો, 43 એનાલિસ્ટમાંથી કોઈએ પણ આ શેરને વેચવાની સલાહ આપી નથી. 'HDFC Bank' નો સ્ટોક ભવિષ્યમાં +42.09% વધીને ₹1390 પર પહોંચી શકે છે, જ્યારે જો ઘટાડો આવશે તો તે શેર -6.47% સાથે ₹915 ની સપાટીએ જોવા મળશે તેવી સંભાવના છે.
Published On - 6:29 pm, Wed, 15 October 25