Stocks Forecast : આંખ બંધ કરીને આ 4 સ્ટોક લઈ લો ! ભવિષ્યના ભાવ તો જુઓ, તમે પણ ખુશ થઈ જશો
સ્ટોક માર્કેટમાં આજે એટલે કે 15 ઓક્ટોબર બુધવારના રોજ તેજી જોવા મળી. હવે આ બધા વચ્ચે 4 સ્ટોક એવા સામે આવ્યા છે કે, જે રોકાણકારોને મજબૂત રિટર્ન આપી શકે છે.

'IDFC First Bank' નો શેર ભવિષ્યમાં ધૂમ મચાવશે તેવી શક્યતા છે. 20 એનાલિસ્ટના જણાવ્યા અનુસાર, 12 લોકોએ આ સ્ટોક ખરીદવાની ભલામણ આપી છે. વધુમાં 6 લોકોએ આ શેરને હોલ્ડ પર રાખવાની સલાહ આપી છે. જો કે, ફક્ત 2 એનાલિસ્ટે આ શેર વેચી દેવાની સલાહ આપી છે.

જો ઓવરઓલ આ સ્ટોક પર નજર કરીએ તો, 'IDFC First Bank' નો 72.97 રૂપિયા પર છે, જે ભવિષ્યમાં +5.07% વધીને 76.67 રૂપિયાએ જોવા મળશે તેવું લાગી રહ્યું છે. આવનારા 1 વર્ષમાં આ શેરનો ભાવ +23.34% વધીને ₹90 ની આસપાસ જોવા મળી શકે છે. હવે આશ્ચર્યજનક વાત એ છે કે, જો બજારમાં વધુ હલચલ થશે તો આ શેર -26.00% જેટલો ઘટીને સીધો ₹54 પર પણ જોવા મળશે, તેવી ધારણા છે.

બીજીબાજુ 'State Bank of India' નો શેર પણ રોકાણકારોને માલામાલ કરે, તેવી શક્યતા છે. હાલ આ કંપનીનો શેર ₹886.10 પર છે, જે ભવિષ્યમાં +8.08% વધીને ₹957.75 ના ભાવ પર જોવા મળી શકે છે. ચાર્ટ પર દર્શાવેલ માહિતી અનુસાર, SBI નો સ્ટોક 1 વર્ષમાં +24.14% વધીને ₹1100 સુધી પહોંચી શકે છે. જો કે, ભાવમાં ઘટાડો થશે તો તે -18.75% ઘટીને ₹720 ના ભાવે પણ જોવા મળી શકે છે.

43 એનાલિસ્ટના જણાવ્યા અનુસાર, 35 લોકોએ આ SBI નો સ્ટોક ખરીદવાની સલાહ આપી છે, જ્યારે 7 લોકોએ આને હોલ્ડ પર રાખવાની વાત કરી છે. વધુમાં જોઈએ તો, ફક્ત 1 એનાલિસ્ટે આ શેરને વેચવા માટે કહ્યું છે.

હવે વાત કરીએ ITC કંપનીની તો, આ સ્ટોકને લઈને 37 એનાલિસ્ટે પોતાનો મંતવ્ય જણાવ્યો છે. 36 લોકોનું માનવું છે કે, આ સ્ટોક ખરીદવો જોઈએ. જો કે, 1 એનાલિસ્ટનું કહેવું છે કે, આ સ્ટોક હોલ્ડ પર રાખી શકાય. જાણીને નવાઈ લાગશે પણ વાત એમ છે કે, 37 એનાલિસ્ટમાંથી કોઈએ પણ આ શેરને વેચવાની સલાહ આપી નથી.

ITC નો શેર આવનારા 1 વર્ષમાં +41.79% વધીને ₹567 ના હાઇ પર જોવા મળશે, તેવી સંભાવના છે. જો કે, માર્કેટમાં જો મંદી આવશે તો પણ આ સ્ટોક ₹450 ની કિંમતે જોવા મળશે, તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

બેન્કિંગ સેક્ટરની અગ્રણી બેન્ક 'HDFC' પણ રોકાણકારોને તગડું પ્રોફિટ કમાઈ આપશે, તેવું લાગી રહ્યું છે. 43 એનાલિસ્ટના જણાવ્યા અનુસાર આ સ્ટોક આવનારા 1 વર્ષમાં ધૂમ મચાવી શકે છે. 43 એનાલિસ્ટમાંથી 41 લોકોએ 'HDFC Bank' નો શેર ખરીદવાની સલાહ આપી છે. જો કે, ફક્ત 2 લોકોએ જ આ શેરને હોલ્ડ પર રાખવાની વાત કરી છે.

જોવા જઈએ તો, 43 એનાલિસ્ટમાંથી કોઈએ પણ આ શેરને વેચવાની સલાહ આપી નથી. 'HDFC Bank' નો સ્ટોક ભવિષ્યમાં +42.09% વધીને ₹1390 પર પહોંચી શકે છે, જ્યારે જો ઘટાડો આવશે તો તે શેર -6.47% સાથે ₹915 ની સપાટીએ જોવા મળશે તેવી સંભાવના છે.
નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં કે IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. શેરબજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.
સ્ટોક ફોરકાસ્ટ એટલે શેરબજારને લગતી આગાહી. એટલે કે કોઈ પણ કંપનીના શેરના ભાવમાં વધારો કે ઘટાડો થશે તેની સામાન્ય સ્થિતિ કે અણસારને, પ્રયાસને સ્ટોક ફોરકાસ્ટ કહેવામાં આવે છે.વધુ ન્યૂઝ જોવા માટે અહીં ક્લિક કરો.
