સોના અને ચાંદીના ભાવમાં તીવ્ર ઘટાડો: બંન્ને કિંમતી ધાતુમાં કેટલા રૂપિયાનો થયો ઘટાડો, નવી કિંમત જાણો
સોના અને ચાંદીના ભાવ ઘટ્યા. જોકે, ગઈકાલે સોના ભાવ 300 રૂપિયા વધ્યા હતા. નિષ્ણાતોએ આ ઘટાડાનું કારણ સમજાવ્યું છે. સોના અને ચાંદીના નવા ભાવ જાણો.

18 નવેમ્બર, મંગળવારના રોજ રાજધાની દિલ્હીમાં સોનાના ભાવ ઘટ્યા. ઓલ ઈન્ડિયા સરાફા એસોસિએશનના જણાવ્યા અનુસાર, પ્રતિ 10 ગ્રામ સોનાનો ભાવ 3,900 રૂપિયા ઘટીને 1,25,200 રૂપિયા થયો છે.

ચાંદીના ભાવમાં પણ ઘટાડો થયો. ચાંદી 7,800 રૂપિયા ઘટીને 1,56,000 રૂપિયા પ્રતિ કિલોગ્રામ થઈ ગઈ છે. ઘટાડાનો આ સતત બીજો દિવસ છે. સોમવારે ચાંદીના ભાવ પણ નીચા સ્તરે બંધ થયા. 99.5% શુદ્ધતા ધરાવતું સોનું પણ 3,900 રૂપિયા ઘટીને 1,25,200 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયું.

વિદેશી બજારોમાં સતત ચોથા સત્રમાં સ્પોટ ગોલ્ડનો ઘટાડો ચાલુ રહ્યો છે. ભાવ થોડો ઘટીને USD 4,042.32 પ્રતિ ઔંસ થયો છે. છેલ્લા ચાર સત્રોમાં, કિંમતી ધાતુ 12 નવેમ્બરના રોજ નોંધાયેલા ઔંસ દીઠ USD 4,195.14 થી 152.82 USD અથવા 3.64% ઘટી ગઈ છે.

મીરે એસેટ શેરખાનના કોમોડિટીઝના વડા પ્રવીણ સિંહે જણાવ્યું કે ફેડરલ રિઝર્વ અધિકારીઓની આક્રમક ટિપ્પણીઓ વચ્ચે ફેડ રેટ કટ અંગે શંકાઓ ચાલુ રહેતાં સ્પોટ ગોલ્ડ સતત ચોથા દિવસે પણ ઘટતું રહ્યું છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે ડિસેમ્બરમાં રેટ કટની સંભાવના 5 નવેમ્બરના રોજ જોવા મળેલા લગભગ 63% થી ઘટીને 41% થઈ ગયો છે. બીજી તરફ, સ્પોટ સિલ્વરએ તેની ત્રણ દિવસની ઘટાડાનો સિલસિલો તોડી નાખ્યો અને 0.57% વધીને 50.49 પ્રતિ ઔંસ થયો.

નિષ્ણાતોના મંતવ્યો શું છે? - HDFC સિક્યોરિટીઝના કોમોડિટીઝના સિનિયર એનાલિસ્ટ, સૌમિલ ગાંધીએ જણાવ્યું કે, આગામી સમયમાં જે ડેટા (માહિતી) જાહેર થશે, તે વ્યાજ દર વિશે વધુ સ્પષ્ટતા આપશે. આ સ્પષ્ટતાને કારણે ટૂંકા ગાળામાં સોનાના ભાવ ઉપર-નીચે થઈ શકે છે. બજારના રોકાણકારો અને વેપારીઓ મુખ્યત્વે બે મહત્ત્વની વસ્તુઓ પર નજર રાખી રહ્યા છે.
ભારતમાં મોટાભાગના દરેક ઘરમાં સોનાની નાની મોટી ખરીદી પ્રંસગોપાત કરવામાં આવતી હોય છે. સોનાને સંકટ સમયની સાંકળ પણ માનવામાં આવે છે. સોનામાં કરેલ રોકણ જરુર પડ્યે કામ આવતુ હોય છે. સોના-ચાંદીને લગતા સમાચાર જણાવા તમે અહીં ક્લિક કરો
