AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Business Idea : મહિને ₹5 થી ₹20 લાખની કમાણી ! દિવાળી આવી રહી છે, સીઝનલ બિઝનેસ શરૂ કરો અને મોજમાં રહો

દિવાળી નજીક આવી રહી છે, તમારો શું પ્લાન છે? ક્યારેય વિચાર્યું કે, દિવાળીમાં ફટાકડાનો બિઝનેસ કેવી રીતે શરૂ કરવો અને પુષ્કળ કમાણી કેવી રીતે કરવી? જો ના, તો ચાલો જાણીએ કે, ફટાકડાનો બિઝનેસ કેવી રીતે શરૂ કરવો....

| Updated on: Sep 24, 2025 | 9:18 PM
Share
ભારતમાં ફટાકડાનો બિઝનેસ આમ તો સીઝનલ છે પરંતુ નફાકારક છે. મોટાભાગના લોકો દિવાળીમાં અને કોઈ શુભ પ્રસંગ આવે ત્યારે ફટાકડા ખરીદે છે.

1 / 7
નાનાપાયે એટલે કે કોઈ સ્ટૉલ શરૂ કરીએ તો પ્રારંભિક ₹30,000 થી ₹1,50,000 સુધીનું રોકાણ કરવું પડે છે. બીજીબાજુ જો દુકાન શરૂ કરવી હોય તો તેના માટે ₹1.5 થી ₹5 લાખ જેટલું રોકાણ કરવું પડે છે.

2 / 7
વધુમાં જો તમે હોલસેલ અથવા ડિસ્ટ્રિબ્યુશન બિઝનેસ શરૂ કરવા માંગો છો, તો તેના માટે ₹5 થી ₹20 લાખ સુધીનું મૂડીરોકાણ કરવાની જરૂર છે. આવકની વાત કરીએ તો, દિવાળીની સીઝનમાં જો તમે સ્ટૉલ શરૂ કરો છો તેમાં અંદાજિત ₹5,000 થી ₹25,000 જેટલી કમાણી કરી શકો છો.

3 / 7
આ સિવાય નાની દુકાન કે  હોલસેલ બિઝનેસ શરૂ કરો છો, તો તેમાં અનુક્રમે ₹1 થી ₹3 લાખ અને ₹5 થી ₹20 લાખ જેટલી કમાણી કરી શકો છો.

4 / 7
આ વ્યવસાયમાં સ્ટોરેજ રૅક્સ, પેકિંગ મટિરિયલ, બિલિંગ મશીન જેવી સાધનસામગ્રી સાથે ફાયર એક્સટિંગ્વિશર અથવા તો ફાયર સેફ્ટી સિસ્ટમ ફરજિયાત છે. આ બિઝનેસ કરવા માટે PESO (Petroleum and Explosives Safety Organisation) લાઇસન્સ, ટ્રેડ લાઇસન્સ, GST રજિસ્ટ્રેશન, ફાયર NOC અને પોલીસ/મ્યુનિસિપલ મંજૂરી લેવી જરૂરી છે.

5 / 7
બિઝનેસનું માર્કેટિંગ કરવા માટે સીઝનલ પ્લાનિંગ કરવું પડે છે. આના માટે તમારે ઓનલાઇન પ્રમોશન, સોશિયલ મીડિયા પ્લેટ્ફોર્મ્સ અને વૉટ્સએપ ગ્રુપ્સ પર નવી-નવી પોસ્ટ શેર કરવી જોઈએ. આ ઉપરાંત ગ્રુપ-ડિસ્કાઉન્ટ અને પેકેજ્ડ “દિવાળી કોમ્બો” આપવાથી ગ્રાહકો વધારે આકર્ષાય છે.

6 / 7
સ્ટોક ખરીદવા માટે તમિલનાડુનું શિવકાશી ભારતનું મુખ્ય ફાયરવર્ક હબ ગણાય છે. અહીંથી મોટાપાયે હોલસેલમાં સ્ટોક મળી જાય છે. ગુજરાતમાં અમદાવાદ, સુરત અને વડોદરા જેવા શહેરોમાં પણ લોકલ હોલસેલ ડીલર્સ મળી જાય છે. જણાવી દઈએ કે, આ બિઝનેસમાં સેફટી રૂલ્સનું પાલન કરવું ખૂબ જ જરૂરી છે. સરળ રીતે જોઈએ તો, આ સીઝનલ બિઝનેસ તમને સારો એવો નફો આપી શકે છે.

7 / 7

લો બોલો છે ને ગજબ, આ લેખ પણ વાંચતા જજો: આવી ગયો ફટાકડા વીમો ! આ એપથી માત્ર ₹11 માં ખરીદો અને ₹25,000નું કવરેજ મેળવો

બિઝનેસ આઈડિયા એટલે કે અપના કામ ફુલ આરામ, એ એક એવો ખ્યાલ છે, જેનો ઉપયોગ વ્યવસાયમાં નાણાકીય લાભ અથવા નફો મેળવવા માટે થઈ શકે છે. બિઝનેસ કે સ્ટાર્ટ અપને લગતા નવીન સમાચારો વિશે જાણવા માટે હમણાં જ અહીંયા ક્લિક કરો.

g clip-path="url(#clip0_868_265)">