
ટ્રેનિંગ માટે ખાસ કાર લેવી પડે, જેમાં ડ્યુઅલ બ્રેક સિસ્ટમ હોય અને તેની સાથે સાથે એક ટ્રેનર હોવો પણ જરૂરી છે. બીજી તરફ, કેબ સર્વિસ માટે તમારે એક કોમર્શિયલ કાર (પીળા પાટાવાળી નંબર પ્લેટ) લેવી પડશે અને આરટીઓ પાસેથી કેબ પર્મિટ લેવી જરૂરી છે. ત્યારબાદ તમે ઓલા/ઉબર જેવી એપમાં રજિસ્ટર થઈ શકો છો અથવા તો પોતાની લોકલ કેબ બ્રાન્ડ પણ શરૂ કરી શકો છો.

રોકાણની વાત કરીએ તો, ડ્રાઈવિંગ સ્કૂલ માટે અંદાજિત ₹3 થી ₹6 લાખ જેટલું રોકાણ કરવું પડશે, જ્યારે કેબ સર્વિસ માટે ₹4 થી ₹8 લાખ જેટલું રોકાણ કરવું પડશે. આ રોકાણ કાર ખરીદવી કે લીઝ પર લેવી, લાયસન્સ અને પર્મિટ માટે ફી, ઇન્શ્યોરન્સ, બ્રાન્ડિંગ તેમજ માર્કેટિંગ જેવા ખર્ચાઓ પર વપરાશે.

જો તમે એક કારથી બન્ને બિઝનેસ કરવા ઇચ્છો છો, તો દિવસમાં ડ્રાઈવિંગ સ્કૂલ અને સાંજે કેબ સર્વિસ શરૂ કરી શકો છો. આનાથી વાહનનો વધુ ઉપયોગ થશે અને કમાણી પણ બમણી થશે.

આવકની વાત કરીએ તો, ડ્રાઈવિંગ સ્કૂલમાં તમે એક વ્યક્તિની સરેરાશ ફી ₹3,000 થી ₹7,000 જેટલી લઈ શકો છો. જો દર મહિને 30 થી વધુ વ્યક્તિ ગાડી શીખવા માટે આવે તો તમારી માસિક આવક ₹90,000 થી ₹3 લાખ જેટલી અને એમાંય ચોખ્ખો નફો ₹40,000 કે તેથી વધુનો થઈ શકે છે.

બીજી તરફ, કેબ સર્વિસમાં દરરોજની આવક ₹1,500 થી ₹3,000 જેટલી થઈ શકે છે. ટૂંકમાં માસિક આવક ₹40,000 થી ₹90,000 સુધી પહોંચી શકે છે અને નફો ₹20,000 થી ₹45,000 જેટલો થઈ શકે છે.

આ બિઝનેસ માટે જરૂરી દસ્તાવેજોમાં ટ્રેડ લાયસન્સ, આરટીઓ મંજૂરી, વાહનના રજીસ્ટ્રેશન પેપર, ઇન્શ્યોરન્સ અને ટ્રેનરનું લાયસન્સ (ડ્રાઈવિંગ સ્કૂલ માટે) હોવું જરૂરી છે.

કેબ સર્વિસ માટે પર્મિટ, કોમર્શિયલ ડ્રાઈવિંગ લાયસન્સ અને ઇન્શ્યોરન્સ જેવા દસ્તાવેજની જરૂર પડે છે. માર્કેટિંગની વાત કરીએ તો, તમે સોશિયલ મિડિયા પર રીલ્સ અને રિવ્યુઝ થકી વધુ ગ્રાહકો મેળવી શકો છો.

આ ઉપરાંત લોકલ પેપરમાં જાહેરાત આપીને, સ્કૂલ-કોલેજ અને ઓફિસ પાસે ફલાયર્સ વિતરણ કરીને બિઝનેસને વેગ આપી શકો છો. બિઝનેસ શરૂ કરતાં પહેલા આરટીઓના નિયમો સારી રીતે સમજી લેવા.