ઉર્વશી રૌતેલાએ ફરી એકવાર પંત પર સાઘ્યું નિશાન, ઈન્સ્ટાગ્રામ પર લખ્યું – તમારી ઈજ્જત બચાવી!

ઋષભ પંત (Rishabh Pant) અને ઉર્વશી રૌતેલાના (Urvashi Rautela) નામ ઘણા સમયથી ચર્ચાનો વિષય છે. એક સમયે એવા સમાચાર આવ્યા હતા કે બંને એકબીજાને ડેટ કરી રહ્યા છે.

Aug 26, 2022 | 8:23 PM
TV9 GUJARATI

| Edited By: Nancy Nayak

Aug 26, 2022 | 8:23 PM

થોડા દિવસો પહેલા ઉર્વશી રૌતેલા અને ઋષભ પંત વચ્ચે શરૂ થયેલ સોશિયલ મીડિયા વોર અટકવાનું નામ નથી લઈ રહ્યું. પંત એક સ્ટોરી મૂકીને શાંત થઈ ગયો પરંતુ ઉર્વશી હજુ પણ પોતાની પોસ્ટ દ્વારા ભારતીય ક્રિકેટરને નિશાન બનાવી રહી છે.

1 / 5
ઉર્વશીએ ઈન્સ્ટાગ્રામ પર પોતાનો એક વીડિયો મૂક્યો છે જેમાં તે સુંદર ડ્રેસ પહેરેલી જોવા મળી રહી છે. પરંતુ તેની પોસ્ટ કરતાં તેના કેપ્શનની ચર્ચા વધુ ચાલી રહી છે. એક્ટ્રેસે તેના વીડિયોના કેપ્શનમાં લખ્યું છે કે, મેં મારી બાજુની વાર્તા ન કહીને તમારી ઈજ્જત બચાવી છે. (Urvashi Rautela Instagram)

2 / 5
ઉર્વશીની આ પોસ્ટ જોઈને ફેન્સ કહેવા લાગ્યા કે ઉર્વશીએ આ પોસ્ટ પંત માટે કરી છે. બંને વચ્ચે આ યુદ્ધ ત્યારે શરૂ થયું જ્યારે ઉર્વશીએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું કે એક આરપી નામની વ્યક્તિ તેને મળવા માટે દિલ્હીની એક હોટલમાં કલાકો સુધી રાહ જોઈ રહી છે. (Urvashi Rautela Instagram)

3 / 5
આ પછી પંતે જવાબમાં ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પોસ્ટ કરી. તેને તે સ્ટોરીમાં લખ્યું હતું, 'મારો પીછો છોડો બહેન, જૂઠની પણ લિમિટ હોય છે. ખૂબ જ ફની છે જે રીતે લોકો પોપ્યુલારિટી માટે ઈન્ટરવ્યુમાં જૂઠું બોલે છે. તે જોઈને દુઃખ થાય છે કે લોકો કેટલા ભૂખ્યા છે ફેમ અને નામ માટે. ભગવાન તેમનું ભલું કરે. (Rishabh Pant Instagram)

4 / 5
આ પછી ઉર્વશીએ જવાબ આપ્યો અને સોશિયલ મીડિયા પર લખ્યું, "છોટુ ભૈયાએ બેટ બોલ રમવું જોઈએ... હું કોઈ મુન્ની નથી તો બદનામ થવા સાથે યંગ કિડો ડાર્લિંગ તમારા માટે # હેપ્પી રક્ષાબંધન." આ પછી એવું માનવામાં આવે છે કે ઋષભે ગુપ્ત રીતે જવાબ આપ્યો છે. (Urvashi Rautela Instagram)

5 / 5

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati