સાનિયા મિર્ઝા અને શોએબ મલિક અલગ, પોસ્ટ એ કર્યુ સ્પષ્ટ! ભારતીય સ્ટારે કહ્યુ-દિલ ભારે ભારે લાગે છે
TV9 GUJARATI | Edited By: Avnish Goswami
Updated on: Nov 26, 2022 | 9:20 AM
છેલ્લા કેટલાક દિવસોથી સાનિયા મિર્ઝા અને શોએબ મલિકના અલગ થવાના સમાચાર ચર્ચાઓમાં છે. હવે ભારતીય સ્ટારે એક ઈન્સ્ટાગ્રામ સ્ટોરી શેર કરીને તેને સાફ કરી દીધું છે.
sania-shoaib-1-1
1 / 5
સાનિયા અને શોએબ બંનેએ હજુ સુધી પોતાના સંબંધો પર કોઈ નિવેદન આપ્યું નથી, પરંતુ ભારતીય સ્ટારની કહાની બધું જ કહી રહી હોય તેવું લાગી રહ્યું છે.
2 / 5
સાનિયા મિર્ઝાએ લખ્યું કે તમે માનવ છો, પ્રકાશ અને અંધકારથી બનેલા છો. જ્યારે તમે થોડા નબળા પડવા માંડો છો, ત્યારે તમે તમારી જાતને ખૂબ પ્રેમ કરો છો. જ્યારે તમારું હૃદય ભારે લાગે ત્યારે તમારી જાતને વિરામ આપતા શીખો.
3 / 5
સાનિયાની આ પોસ્ટથી સ્પષ્ટ થઈ ગયું છે કે તેના જીવનમાં ઉથલપાથલ ચાલી રહી છે. જો કે આ દરમિયાન સમાચાર આવ્યા કે બંનેનો એક ટોક શો પણ આવવાનો છે. આ શોની તસવીરો પણ ખૂબ વાયરલ થઈ હતી.
4 / 5
ટોક શોના સમાચાર આવ્યા બાદ કેટલાક લોકોએ સાનિયા અને શોએબના છૂટાછેડાના સમાચારને પબ્લિસિટી સ્ટંટ ગણાવ્યા હતા.