ભારતીય હોકી અને રમત જગત માટે એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે. ઓલિમ્પિક સહિત અનેક મોટી ટુર્નામેન્ટમાં ભારતને મેડલ અપાવનાર હોકી ખેલાડી વીરેન્દ્ર સિંહનું નિધન થયું છે. હોકી ખેલાડી વરિન્દર સિંહ (Varinder Singh)નું મંગળવારે સવારે જલંધરમાં અવસાન થયું.
ઓલિમ્પિક અને વર્લ્ડકપ મેડલ વિજેતા ટીમનો ભાગ રહેલા હોકી ખેલાડી વરિન્દર સિંહનું આજે સવારે નિધન થયું છે, વર્ષ 1970ના દશકમાં ભારતની કેટલીક યાદગાર જીતના ભાગ રહેલા વરિન્દર 75 વર્ષના હતા(photo-facebook)
1 / 5
વરિન્દર 1975માં કુઆલાલંપુરમાં પુરુષ હોકી વર્લ્ડકપમાં ગોલ્ડ મેડલ જીતનાર ભારતીય ટીમનો ભાગ હતા. આ ટૂર્નામેન્ટમાં ભારતને અત્યારસુધી એકમાત્ર ગોલ્ડમેડલ જીત્યો છે, ભારતેપાકિસ્તાન સામે રમાયેલી મેચમાં પાકિસ્તાનને 2-1થી હાર આપી હતી(photo-facebook)
2 / 5
વરિન્દર 1972 મ્યૂનિખ ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીતનાર ટીમનો ભાગ હતા સાથે એમ્સટરડમમાં 1973 વર્લ્ડકપમાં સિલ્વર મેડલ જીતનાર ટીમ ભારતીય ટીમનો ભાગ હતા.(photo-facebook)
3 / 5
વરિન્દરની ટીમે 1974 અને ફરી 1978 એશિયાઈ રમતમાં સિલ્વર મેડલ જીત્યો હતો. આ સિવાય વરિન્દર 1975માં ઓલિમ્પિકમાં પણ ભારતીય ટીમમાં સામેલ હતા(photo-facebook)
4 / 5
વરિન્દરને 2007માં પ્રતિષ્ઠિત ધ્યાનચંદ લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડથી પણ નવાજવામાં આવ્યા હતા. હોકી ઈન્ડિયાએ વરિન્દરના નિધન પર દુખ વ્યક્ત કર્યું છે, હોકી ઈન્ડિયાએ પ્રેસ રિલીઝમાં કહ્યું વરિન્દર સિંહની ઉપલ્બધિને દુનિયા ભરના હોકી સમુદાય યાદ રાખશે (photo-facebook)