શાકભાજી વેચનારની દીકરીનીએ કરી કમાલ, જીત્યું આ સન્માન

ભારતની 19 વર્ષીય યુવા સ્ટાર મુમતાઝ ખાનને FIH દ્વારા શ્રેષ્ઠ ઉભરતી મહિલા ખેલાડી તરીકે પસંદ કરવામાં આવી છે. હોકી ઈન્ડિયાએ પણ તેને અભિનંદન પાઠવ્યા હતા

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 05, 2022 | 11:16 AM
ભારતની 19 વર્ષની યુવા સ્ટાર મુમતાઝ ખાનને એફઆઈએચે સર્વશ્રેષ્ઠ મહિલા ખેલાડી તરીકે પસંદગી કરવામાં આવી છે. છેલ્લા એક વર્ષમાં પોતાના શાનદાર પ્રદર્શનથી ટીમમાં મહત્વની અને મોટી જીત અપાવી છે. તેના પ્રધર્શનને જોઈ તેને આ એવોર્ડ આપવામાં આવ્યોછે.  (Hockey India Twitter)

1 / 5
 લખનઉની રહેવાસી 19 વર્ષીય મુમતાઝે એપ્રિલમાં પોટચેફસ્ટૂમમાં ભારતને ચોથા સ્થાન પર રહેવા દરમિયાન 6 મેચમાં હેટ્રિક સહિત 8 ગો લ કર્યા હતા. વર્લ્ડકપમાં સાર્વધિક ગોલ કરનારની લિસ્ટમાં ત્રીજા સ્થાન પર રહી હતી. તે આખી ટુર્નામેન્ટમાં નેધરલેન્ડ સામે માત્ર એક મેચમાં ગોલ કરવામાં નિષ્ફળ રહી હતી. (Hockey India Twitter)

2 / 5
મુમતાઝે ઈગ્લેન્ડ વિરુદ્ધ બ્રોન્ઝ મેડલની ટક્કરમાં 2-2ની બરાબરી દરમિયાન ભારત તરફથી બંન્ને ગોલ કર્યા છે. ભારત શૂટ આઉટમાં હારની સાથે ચોથા સ્થાનથી સંતોષ કરવો પડ્યો હતો. મુમતાઝ FIH મહિલા હોકી ફાઇવ્સ 2022માં ભારતની ટોચની ગોલ સ્કોરર પણ હતી જ્યાં તેણે યજમાન સ્વિટ્ઝર્લેન્ડ સામે હેટ્રિક સહિત ચાર મેચમાં પાંચ ગોલ કર્યા હતા.(Hockey India Twitter)

3 / 5
મુમતાઝ માટે હોકીની સફર આસાન ન હતી. મુમતાઝની માતા અને પિતા શાકભાજી વહેંચે છે. તેણે જ્યારે પ્રથમ વખત ટ્રાયલ માટે જવાનું હતુ તો તેની માતા રાજી ન હતી. બહેનની મદદથી તે ટ્રાયલ આપવા ગઈ હતી અને તેની પસંદગી થઈ હતી. મોટી બહેને માતાને સમજાવી મુમતાઝને હોકી રમવા માટે મનાવી હતી. (Hockey India Twitter)

4 / 5
મુમતાઝે કહ્યું, 'હું વિશ્વાસ નથી કરી શકતી કે મેં આ એવોર્ડ જીત્યો છે. અમારી આખી ટીમની આખા વર્ષની મહેનત રંગ લાવી છે અને હું તેને મારી ટીમને સમર્પિત કરું છું. "મને લાગે છે કે આ પુરસ્કાર એ સંકેત છે કે મેં છેલ્લા એક વર્ષમાં પ્રશિક્ષણમાં જે મહેનત કરી છે તેનાથી મને એક ખેલાડી તરીકે ઘણો સુધારો કરવામાં મદદ મળી છે  આ મારી કારકિર્દીની શરૂઆત છે. હું શીખવાની પ્રક્રિયા ચાલુ રાખવા માંગુ છું અને મારી રમતને સુધારવા માટે સખત મહેનત કરવાનું ચાલુ રાખીશ. (FIH Twitter)

5 / 5

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">