ભારતીય હોકી ટીમનો મોટો અપસેટ, રોમાંચક મેચમાં ઓસ્ટ્રેલિયાને હરાવ્યું

ભારતીય પુરૂષ હોકી ટીમ (Indian men's hockey team )પાંચ મેચની સિરીઝ માટે ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે. તેણે સિરીઝની પ્રથમ બે મેચ જીતી હતી.કોમનવેલ્થ ગેમની ફાઈનલમાં ભારતની ઓસ્ટ્રેલિયાના હાથે 7 ગોલથી હાર બાદ ભારતની આ પ્રથમ જીત છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 30, 2022 | 5:07 PM
 ભારતીય પુરુષ હોકી ટીમે 5 મેચની સિરીઝની ત્રીજી ટેસ્ટમાં દુનિયાની નંબર વન ટીમ ઓસ્ટ્રેલિયાને બુધવારના રોજ 4-3થી હરાવી અપસેટ સર્જોયો છે. ભારતે પ્રથમ 2 મેચમાં  સારી ટક્કર આપી હતી.(Hockey Australia)

1 / 5
શરુઆતની બંન્ને મેચમાં જીત મેળવવામાં નાકામ રહેલા ભારતે આ અણધારી સફળતા સાથે સિરીઝ જીતવાની આશા જીવંત રાખવામાં સફળ રહ્યું. ટીમ માટે કેપ્ટન હરમનપ્રીત સિંહ (12મી મિનિટ), અભિષેક (47મી મિનિટ), શમશેર સિંહ (57મી મિનિટ) અને આકાશદીપ સિંહ (60મી મિનિટ)એ ગોલ કર્યા હતા.(Hockey Australia)

2 / 5
ઓસ્ટ્રેલિયા માટે જૈક વેલ્ચ 25, કેપ્ટન એરાન ઝાલેવસ્કી 32 અને નાથન 59 મિનિટમાં ગોલ કર્યા હતા. આ જીત બાદ ભારત સિરીઝમાં 1-2થી પાછળ રહ્યું છે. મહેમાન ટીમ પ્રથમ 2 મેચમાં 4-5 અને 4-7થી હારનો સામનો કરવો પડ્યો હતો. (Hockey Australia)

3 / 5
પ્રથમ ટેસ્ટમાં છેલ્લી મિનિટમાં ગોલ ગુમાવવાના કારણે ભારતનો 4-5થી પરાજય થયો હતો. બીજી મેચમાં 30મી મિનિટમાં કેપ્ટન હરમનપ્રીત સિંહના ગોલ પર ભારતે લીડ મેળવી હતી પરંતુ છેલ્લી ક્વાર્ટરમાં ગોલ ગુમાવી 4-7થી હાર મળી હતી. સિરીઝની ચોથી મેચમાં શનિવાર અને છેલ્લી મેચ રવિવારના રોજ રમાય હતી.(Hockey Australia)

4 / 5
બંન્ને ટીમો માટે આ સિરીઝ ભુવનેશ્વર અને રાઉરકેલામાં 13 જાન્યુઆરીથી શરુ થઈ રહેલા વર્લ્ડકપની તૈયારી માટે મહત્વરપુર્ણ છે. બર્મિગહામમાં કોમનવેલ્થ ગેમની ફાઈનલમાં ભારતની ઓસ્ટ્રેલિયાના હાથે 7 ગોલથી હાર બાદ ભારતની આ પ્રથમ જીત છે.(Hockey Australia)

5 / 5

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">