36th National Games ટ્રાયથ્લોન ઈવેન્ટમાં ગુજરાતની પ્રજ્ઞા મોહને જીત્યો ગોલ્ડ મેડલ : જુઓ ફોટો
TV9 GUJARATI | Edited By: Nirupa Duva
Updated on: Oct 09, 2022 | 11:04 AM
થોડા સમય પહેલા રમાયેલી કોમનવેલ્થ ગેમમાં પણ પ્રજ્ઞા મોહન ભારતનું પ્રતિનિધિત્વ કરી ચૂકી છે. આજે ગુજરાતમાં રમાઈ રહેલી 36મી નેશનલ ગેમ્સમાં ગુજરાતનુ નામ રોશન કર્યું હતુ. ટ્રાયથ્લોનની રમતમાં ગુજરાતને ગોલ્ડ મેડલ અપાવ્યો છે.
36th National Games નેશનલ ગેમમાં ગુજરાતની પ્રજ્ઞા મોહને ગોલ્ડ મેડલ જીત્યો છે. આ પહેલા ઈન્ટરનેશનલ ઇવેન્ટ્સમાં ઘણાં મેડલ્સ જીતીને ભારતના ધ્વજને સતત ઊંચો રાખ્યો છે. બર્મિગહામમાં યોજાનાર કોમનવેલ્થ ઇવેન્ટમાં ભારતે પ્રથમવાર ટ્રાયથ્લોન ઇવેન્ટમાં ભાગ લીધો હતો.
1 / 5
આ ગેમ્સને ખૂબ જ અઘરી માનવામાં આવે છે. આ ગેમમાં ખેલાડીએ પ્રદર્શન કરવુ એ ખરા અર્થમાં એક પડકાર રહે છે. તેણે ગેમ્સના ત્રણ તબક્કાને પસાર કરવા એ ત્રણ કોઠા વિંધીને લક્ષ્ય સુધી પહોંચવા સમાન છે. પ્રજ્ઞાની કોમ્પિટિટિવ સ્પોર્ટમાં શરૂઆત 8 વર્ષની ઉંમરે થઇ કે જ્યારે તેએ પ્રથમવાર સ્ટેટ સ્વિમિંગ મીટમાં ભાગ લીધો. ત્યારથી તેણી સ્વિમિંગ, એક્વાથલોન, સાઈકલિંગ અને રનિંગમાં અત્યારસુધી અનેક સ્ટેટ ચેમ્પિયનશિપ મેડલ જીતી ચૂકી છે.
2 / 5
ટ્રાયથલોનીમહિલા રેસમાં પ્રજ્ઞા મોહન (ગુજરાત) - 1:07:33 બીજા સ્થાને માનસી મોહિતે (મહારાષ્ટ્ર) - 1:13:10 અને ત્રીજા સ્થાને આરતી એસ (તામિલનાડુ) - 1:13:17નો સમય લીધો હતો.પ્રજ્ઞાએ 5 મિનિટ 37 સેકન્ડના અંતરથી ગોલ્ડ મેડલ જીત્યો હતો
3 / 5
ટ્રાયથ્લોન સ્વીમીંગ, સાઈક્લીંગ અને રનિંગ ઇવેન્ટની મિશ્ર સ્પર્ધા છે. જેમાં ખેલાડી પ્રથમ સ્વીમીંગ કર્યા બાદ તરત સાઈક્લીંગ અને પછી દોડ લગાવે છે.
4 / 5
ગાંધીનગરના આઈઆઈટી ખાતે ટ્રાયથલોનની ઈવેન્ટનો પ્રારંભ 9 ઓક્ટોબરથી શરુ થઈ 11 ઓક્ટબર સુધી ચાલશે. જેમાં પ્રથમ દિવસે જ ગુજરાતના ખાતામાં આ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ આવ્યો છે. આ સાથે ગુજરાતના ખાતામાં કુલ 36 મેડલ જમા થયા છે. જેમાં 12 ગોલ્ડ મેડલ, 10 સિલ્વર મેડલ અને 14 બ્રોન્ઝ મેડલ છે.