આ ખેલાડી ઈન્સ્ટાગ્રામ પર એક મોડલના પ્રેમમાં પડ્યો, 8 કલાક ગાડી ચલાવી તેને મળવા પહોંચ્યો
TV9 GUJARATI | Edited By: Nirupa Duva
Updated on: Nov 28, 2022 | 5:06 PM
FIFA વર્લ્ડ કપ 2022 (Fifa World Cup 2022) સ્પેનના સ્ટ્રાઈકર અલ્વારો મોરાટાએ જર્મની સામે ગોલ કર્યો. જાણો Alvaro Morataના અંગત જીવનની રસપ્રદ વાતો વિશે. ડિસેમ્બર 2016માં બંન્ને સગાઈ કરી અને જૂન 2017માં એલિસ અને મોરાટાના લગ્ન થયા.
ફિફા વર્લ્ડ કપ 2022માં જર્મની અને સ્પેનની મેચ 1-1થી ડ્રો રહી હતી. આ મેચમાં સ્પેન માટે અલ્બારો મોરાટા અને જર્મની તરફથી નિકલાસ ફુલક્રૂગે ગોલ કર્યો, મેચ ભલે ડ્રો રહી પરંતુ સોશિયલ મીડિયા આ બંન્ને ખેલાડીઓના રમતના વખાણ કરી રહ્યા છે.(PC-GETTY IMAGES)
1 / 6
અલ્બારો મોરાટો તો ખાસ કરીને ફુટબોલ ચાહકો વચ્ચે ચર્ચાનો વિષય બન્યા છે. સ્પેનના આ સ્ટ્રાઈકર પોતાની રમતની તાકાત માટે મશહુર છે. ફુટબોલના મેદાન બહાર આ ખેલાડી પોતાની લવ લાઈફમાં પણ શાનદાર ગોલ ફટકાર્યો છે.(PC- Alvaro Morata INSTAGRAM)
2 / 6
અલ્બારો મોરાટાની પત્નીનું નામ એલિસ કૈમ્પેલો છે. એલિસ ઈટલીની એક મોડલ છે. તમને જણાવી દઈએ કે, મોરાટા અને એલિસની લવ સ્ટોરી ખુબ જ રસપ્રદ છે. માત્ર 8 મહિના ડેટિંગ કર્યા બાદ બંન્ને લગ્ન કર્યા હતા. (PC- Alvaro Morata INSTAGRAM)
3 / 6
રસપ્રદ વાત તો એ છે કે, મોરાટાએ ઈન્સ્ટાગ્રામ પર એલિસ કેમ્પેલોનો ફોટો જોયો હતો. ઈટલીની આ મોડલનો ફોટો જોઈ મોરાટા તેનો ચાહક બન્યો હતો. આ ખેલાડીએ તેનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ તે નાકામ રહ્યો. અંતે તેમને ઈન્સ્ટાગ્રામ પર આ મોડલને મેસેજ કર્યો. (PC- Alvaro Morata INSTAGRAM)
4 / 6
એલિસ કેમ્પેલોએ મોરાટાના આ મેસેજનો ખુબ લાંબા સમય સુધી રાહ જોઈ, એલિસ મોરાટાને મળવા માટે તૈયાર થયો અને માત્ર 2 જ અઠવાડિયામાં ડેટિંગ બાદ મોરાટાએ એવું કામ કર્યું જેણે એલિસને તેના પ્રેમમાં પાગલ બનાવી. (PC- Alvaro Morata INSTAGRAM)
5 / 6
મોરાટા એલિસના પરિવારને મળવા પહોંચ્યો હતો. આ ખેલાડી 8 કલાક સુધી કાર ચલાવી તેને મળવા પહોંચ્યો હતો. ત્યારબાદ એલિસાને અહેસાસ થયો કે, આ ખેલાડી તેને કેટલો પ્રેમ કરે છે. ડિસેમ્બર 2016માં બંન્ને સગાઈ કરી અને જૂન 2017માં એલિસ અને મોરાટાના લગ્ન થયા, 20 જુલાઈ 2018ના દિવસે એલિસ અને મોરાટા જુડવા બાળકોના માતા-પિતા બન્યા, મોરાટાએ ત્યારબાદ પોતાનો જર્સી નંબર 9થી બદલી 29 કર્યો હતો. 2020માં બંન્ને ત્રીજા બાળકના માતા-પિતા બન્યા હતા.(PC- Alvaro Morata INSTAGRAM)