National Games 2022 Closing Ceremony: સુરતમાં નેશનલ ગેમ્સનો સમાપન સમારોહ સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે પૂર્ણ થયો, જુઓ ફોટો

National Games: મેડલ ટેલીમાં મહારાષ્ટ્ર 39 ગોલ્ડ સહિત 140 મેડલ અને હરિયાણા 38 ગોલ્ડ સહિત 116 મેડલ સાથે બીજા અને ત્રીજા સ્થાને છે. ગોવામાં રાષ્ટ્રીય રમતોત્સવ લાંબા સમયથી અટકી રહ્યો છે. ગોવા સરકારે 2020ની શરૂઆતમાં કોરોનાને લઈને ગેમ્સના આયોજનમાંથી પીછેહઠ કરી હતી. ત્યારથી, ગોવા સરકાર આ રમતને કરાવી શકી નથી.

| Updated on: Oct 13, 2022 | 2:53 PM
સુરતમાં 36મી નેશનલ ગેમ્સનો સમાપન સમારોહ યોજાયો હતો.રમતગમતના પ્રદર્શન અને ખેલદિલીની ભાવનાના શાનદાર પ્રદર્શન બાદ 36મી નેશનલ ગેમ્સ સમાપ્ત થઈ હતી. આ ગેમ્સ 7 વર્ષના લાંબા ગાળા બાદ યોજાઈ હતી. સૌથી નાની વયના ચેમ્પિયનના રેકોર્ડિંગથી લઈને યોગ પ્રદર્શન સુધી રમતોની કેટલીક ક્ષણો ઈતિહાસના પુસ્તકોમાં લખાઈ ગઈ છે

1 / 5
 36મી આવૃત્તિમાં ગુજરાતે 2022માં પ્રથમ વખત નેશનલ ગેમ્સનું આયોજન કર્યું હતું. ભારતીય ઓલિમ્પિક એસોસિએશને પુષ્ટિ કરી છે કે ગોવા આવતા વર્ષે ઓક્ટોબરમાં નેશનલ ગેમ્સની 37મી આવૃત્તિનું આયોજન કરશે. ગોવાની રાજ્ય સરકારે 2023માં નેશનલ ગેમ્સની યજમાની કરવા માટે IOAને તેની સૈદ્ધાંતિક મંજૂરી પણ આપી હતી.

2 / 5
અમદાવાદમાં સમાપન સમારોહમાં 36મી નેશનલ ગેમ્સનો માસ્કોટ - સાવજ, એશિયાટિક સિંહ પણ જોવા મળ્યો હતો.અમદાવાદમાં 36મી નેશનલ ગેમ્સના સમાપન સમારોહમાં ગુજરાતના રમતગમત મંત્રી હર્ષ સંઘવી, માસ્કોટ સાથે ફોટો ક્લિક કર્યો હતો.

3 / 5
સર્વિસિસ 61 ગોલ્ડ, 35 સિલ્વર અને 32 બ્રોન્ઝ મેડલ સાથે મેડલ ટેલીમાં આગળ છે. કુલ મળીને સર્વિસિસ ગેમ્સમાં 128 મેડલ મેળવ્યા હતા, ત્યારબાદ મહારાષ્ટ્ર 140 મેડલ (39 ગોલ્ડ, 38 સિલ્વર અને 63 બ્રોન્ઝ) સાથે બીજા ક્રમે છે. હરિયાણાએ 116 મેડલ (38 ગોલ્ડ, 38 સિલ્વર અને 40 બ્રોન્ઝ) સાથે ત્રીજું સ્થાન મેળવ્યું હતું. કર્ણાટક (88 મેડલ), તમિલનાડુ (74 મેડલ), કેરળ (54 મેડલ), મધ્યપ્રદેશ (66 મેડલ), ઉત્તર પ્રદેશ (56 મેડલ), મણિપુર (50 મેડલ) અને પંજાબ (76 મેડલ) સાથે 10માં સ્થાન પર છે.ગુજરાત 13 ગોલ્ડ 15 સિલ્વર 21 બ્રોન્ઝ મેડલ સાથે કુલ 49મેડલ સાથે મેડલ ટેલીમાં 12માં ક્રમે રહ્યું હતુ.

4 / 5
 મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે, દેશના ખૂણેખૂણેથી ગુજરાત આવેલા ખેલાડીઓ નેશનલ ગેમ્સમાં રમ્યા એટલું જ નહીં, ગુજરાતની ભાતીગળ સંસ્કૃતિના રંગે રંગાઈને નવલી નવરાત્રિમાં ઉત્સાહથી ગરબે પણ ઘૂમ્યા હતા. જે એક આનંદની વાત છે. (ALL photo National Games Twitter)

5 / 5

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">