
તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબરથી 7738299899 પર 'EPFOHO UAN ENG' લખીને મોકલો. તમે ENG ને બદલે તમારી પસંદગીની ભાષાના પહેલા ત્રણ અક્ષરો (દા.ત., GUJ અથવા HIN) પણ દાખલ કરી શકો છો. આટલું કર્યા બાદ તરત જ તમને SMS દ્વારા તાત્કાલિક બેલેન્સની માહિતી મળશે.

તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબરથી 011-22901406 અથવા તો 9966044425 પર મિસ્ડ કોલ આપો. તમારા PF એકાઉન્ટનું બેલેન્સ તમને SMS દ્વારા મોકલવામાં આવશે.

UMANG એપ ડાઉનલોડ કરો અને 'EPFO' સેક્શનમાં જાઓ. તમારી પાસબુક અને બેલેન્સની વિગતો જોવા માટે તમારા UAN-OTP વડે લોગ ઇન કરો.

જો તમારી પાસે UAN નથી, તો ચિંતા કરવાની કોઈ જરૂર નથી. તમે તમારી ઓફિસના HR અથવા ફાઇનાન્સ વિભાગમાંથી PF સ્ટેટમેન્ટ મંગાવી શકો છો. નોકરીદાતા પાસે EPFO પોર્ટલનું ઍક્સેસ હોય છે, જેનાથી તેઓ તમારા માટે PF બેલેન્સ જનરેટ કરી શકે છે.

તમારા EPF બેલેન્સની તપાસ કરવી પહેલા કરતાં વધુ સરળ બની ગઈ છે. આમાં તમારે ફક્ત એક રજિસ્ટર્ડ મોબાઇલ નંબર અને એક્ટિવટેડ UAN ની જરૂર છે. આનાથી તમે માસિક બચત અને વ્યાજની સ્થિતિને યોગ્ય રીતે ટ્રેક કરી શકો છો.