આ છે દુનિયાની સૌથી મોંઘી માછલી, કિંમત તો છોડો, જોવી પણ દરેકના નસીબમાં નથી હોતી!

દુનિયામાં એવા ઘણા જીવો છે જે લુપ્ત થવાના આરે પહોંચી ગયા છે. જેના કારણે આ જીવોની કિંમત એટલી વધારે છે, જેની તમે કલ્પના પણ નહીં કરી શકો. આ અહેવાલમાં આજે અમે તમને એક એવી માછલી વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે દુનિયાની સૌથી મોંઘી માછલી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 13, 2021 | 11:49 PM
જો તમે પણ ફીશ લવર છો, તો તમે સૌથી મોંઘી માછલી કઈ ખાધી છે? ચોક્કસ તમારો જવાબ 1000-1500 વાળી માછલી જ હશે, પરંતુ શું તમે જાણો છો કે દુનિયાની સૌથી મોંઘી માછલી કઈ છે? જો નહીં, તો ચાલો જાણીએ તેના વિશે...!

1 / 5
અમે વાત કરી રહ્યા છીએ એટલાન્ટિક બ્લુફિન ટુના ફિશની, આ માછલીની કિંમત બજારમાં લાખો રૂપિયા સુધી છે, પરંતુ લુપ્ત થવાના આરે પહોંચી ગયેલી આ માછલીને પકડવા પર પ્રતિબંધ છે. જો કે, અન્ય દેશોના માછીમારોનો પ્રયત્ન રહે છે કે એટલાન્ટિક બ્લુફિન ટુનાને તેમની જાળમાં   ઓછામાં ઓછી એક વખત પકડે.

2 / 5
તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે એટલાન્ટિક બ્લુફિન ટુના માછલીને દુનિયાભરના માછલી પ્રેમીઓની પહેલી પસંદ માનવામાં આવે છે. વિશ્વભરના રેસ્ટોરન્ટ માલિકો તેને તેમના મેનૂમાં સામેલ કરવા માંગે છે, પરંતુ તેની કિંમત એટલી બધી છે કે તે મોટાભાગના લોકોના બજેટની બહાર છે.

3 / 5
તમે તેની કિંમતનો અંદાજો એ વાત પરથી લગાવી શકો છો કે વર્ષ 2019માં 218 કિલોની એટલાન્ટિક બ્લુફિન ટુનાની હરાજી કરવામાં આવી હતી, તે સમયે તેની કિંમત £2.5 મિલિયન એટલે કે ભારતીય રૂપિયા પ્રમાણે 25,86,05,135.25 કરોડમાં ખરીદવામાં આવી હતી.

4 / 5
એટલાન્ટિક બ્લુફિન ટુના ત્રણ મીટર સુધી લાંબી થઈ શકે છે. તેનું વજન 250 કિલો સુધી વધી શકે છે. આ માછલીનું કદ ટુના પ્રજાતિમાં સૌથી મોટું છે અને તે ખૂબ જ ઝડપથી તરે છે.આ માછલીઓનો સમાવેશ લુપ્તપ્રાય પ્રજાતિમાં થાય છે. આ જ કારણ છે કે યુકેમાં તેને પકડવી ગુનો છે. માછીમારોને સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે જો કોઈ તેને ભૂલથી પકડી લે છે તો તરત જ તેને દરિયામાં છોડી દે.

5 / 5

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">