Gujarati News » Photo gallery » Skin care ideas: These 5 mistakes can increase the darkness in your underarms
Skin Care Ideas: આ 5 ભૂલો તમારા અંડરઆર્મ્સમાં ડાર્કનેસ વધારી શકે છે
લોકો ત્વચામાં સૌ પહેલા ચહેરાની ખાસ કાળજી લેતા હોય છે પણ શરીરના અન્ય ભાગની ત્વચાની સંભાળમાં મોટાભાગના લોકો અંડરઆર્મ્સની ત્વચા સંભાળ ચૂકી જાય છે. તેમની કાળજી લેવી પણ ખૂબ જ જરૂરી છે. જો કે, ઘણી વખત લોકો એવી ભૂલો કરે છે, જે અંડરઆર્મ્સમાં કાળાશ લાવી શકે છે.
સ્વચ્છતા ન રાખવીઃ જો શરીરના આ ભાગમાં સ્વચ્છતાનું ધ્યાન ન રાખવામાં આવે તો તેના કારણે અંડરઆર્મ્સમાં પણ ડાર્કનેસ થઇ શકે છે. જેથી માટે સ્નાન કરતી વખતે અંડરઆર્મ્સને સાફ કરવું ખૂબ જ જરૂરી છે.
1 / 5
વેક્સઃ એવું કહેવાય છે કે વેક્સને કારણે અંડરઆર્મ્સ પણ કાળા થઈ જાય છે. નિષ્ણાતોના મતે, જો કોઈ વ્યક્તિ અંડરઆર્મ્સમાં વધુ વેક્સનો ઉપયોગ કરે છે, તો તેનાથી અંડરઆર્મ્સ કાળા થઇ શકે છે.
2 / 5
પરફ્યુમ: કેટલીકવાર લોકો સ્નાન કર્યા પછી તરત જ અંડરઆર્મ્સમાં પરફ્યુમ અથવા ડીઓ લગાવવાની ભૂલ કરે છે. કહેવાય છે કે આ ભૂલથી અંડરઆર્મ્સમાં કાળાશ વધી શકે છે.
3 / 5
ટાઈટ કપડાઃ ઘણા લોકો ચુસ્ત કપડા પહેરવાના શોખીન હોય છે, તેઓ નથી જાણતા કે તેના કારણે ત્વચાને અનેક પ્રકારની સમસ્યાઓ થઈ શકે છે. એવું કહેવાય છે કે ચુસ્ત કપડાના કારણે અંડરઆર્મ્સમાં ખેંચાણ થાય છે અને તે ધીમે ધીમે કાળા થવા લાગે છે.
4 / 5
ધૂમ્રપાન: જે લોકોને સિગારેટ વધુ પડતી પીવાની આદત હોય છે, તેમને એક સમયે હાઈપરપીગ્મેન્ટેશનની સમસ્યા થવા લાગે છે. જેના કારણે માત્ર હોઠ જ નહીં પરંતુ અંડરઆર્મ્સ પણ કાળા થવા લાગે છે.