
મેષ રાશિ માટે સાડાસાતીનો પ્રારંભ થઈ ચૂક્યો છે અને હાલમાં તેનો પહેલો તબક્કો ચાલી રહ્યો છે. આ પ્રભાવ 31 મે 2032 સુધી યથાવત રહેશે. આ અવધિમાં કોઈ નવું કાર્ય શરૂ કરતા પહેલા સારી રીતે વિચારવું અને કોઈ પણ કામ ઉતાવળમાં ન કરવું ઉત્તમ રહેશે.

મીન રાશિના જાતકો હાલમાં સાડાસાતીના મધ્ય તબક્કામાં છે, જે 17 એપ્રિલ 2030 સુધી યથાવત્ રહેશે. આ સમયમાં ભાવનાત્મક ઊથલપાથલ અને આર્થિક સ્થિતિમાં ચઢાવ-ઉતાર અનુભવાઈ શકે છે, તેથી વિચારીને અને સંયમપૂર્વક પગલાં ભરવા જરૂરી છે.

શનિવારે શનિદેવના મંદિરે જઈ ભક્તિપૂર્વક તેમની આરાધના કરો. પીપળાના વૃક્ષ નીચે સરસવના તેલનો દીવો પ્રગટાવવો શુભ માનવામાં આવે છે. જરૂરિયાતમંદ લોકોને કાળા વસ્ત્ર, કાળા ચણા, લોખંડના વાસણ જેવી વસ્તુઓનું દાન કરવું લાભદાયી છે. શનિ ચાલીસાનો પાઠ અને શનિ મંત્રોનો નિયમિત જાપ કરો. તેમજ દર શનિવારે કાળા તલ, સરસવનું તેલ અને અડદની દાળનું દાન કરો. ( નોંધ :ટીવી9 કોઈ પણ પ્રકારે અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપતુ નથી. આ અહેવાલ માત્ર ધાર્મિક માન્યતા અને લોકોમાં પ્રચલિત માન્યતા, રીત રિવાજને આધારે રજૂ કરવામાં આવેલ છે. )
Published On - 9:06 pm, Mon, 11 August 25