Stock Market: સપ્ટેમ્બરના પહેલા અઠવાડિયે જ ખુશખબરી! આટલી કંપનીઓ આપશે તગડું ‘ડિવિડન્ડ’, આ શેર્સ તમારી પાસે છે કે નહી?
સપ્ટેમ્બરની શરૂઆત રોકાણકાર માટે ખૂબ જ ખાસ રહેવાની છે. પહેલા અઠવાડિયે જ ઘણી મોટી કંપનીઓના શેરની એક્સ-ડિવિડન્ડ ડેટ આવવાની સંભાવના છે.

આ ઉપરાંત, મિડકેપ કંપનીઓમાં સમાવિષ્ટ એસ્કોર્ટના શેર 8.87%, ફર્સ્ટક્રાયના શેર 5.46%, પોલિસી બજારના શેર 4.66%, જ્યુબિલી ફૂડ્સના શેર 3.14% ના વધારા સાથે ટ્રેડિંગ કરી રહ્યા હતા. સ્મોલ કેપ કંપનીઓમાં અતુલ ઓટોના શેરમાં 10.05% અને કેમ્પસના શેરમાં 6.77% નો વધારો જોવા મળ્યો.

ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન (ONGC) ના બોર્ડે 21 મેના રોજ યોજાયેલી બેઠકમાં પ્રતિ શેર રૂ. 1.25 ના ફાઇનલ ડિવિડન્ડ માટેની મંજૂરી આપી છે. આ માટે, '4 સપ્ટેમ્બર' રેકોર્ડ ડેટ તરીકે નક્કી કરવામાં આવી છે. શેરમાર્કેટમાં જે રોકાણકારોના નામ રેકોર્ડ ડેટ સુધી કંપનીની યાદીમાં હશે, તેમને આ ડિવિડન્ડનો લાભ મળશે.

બીજીબાજુ, સરકારી વીજ કંપની NTPC એ પ્રતિ શેર રૂ. 3.35 ના ફાઇનલ ડિવિડન્ડની જાહેરાત કરી છે. કંપનીએ જણાવ્યું કે, ડિવિડન્ડ 25 સપ્ટેમ્બર અથવા તે પછી ચૂકવવામાં આવશે. કંપનીએ '4 સપ્ટેમ્બર'ને રેકોર્ડ ડેટ તરીકે નક્કી કરી છે.

કલ્યાણ જ્વેલર્સ ઇન્ડિયા લિમિટેડે પ્રતિ શેર રૂ. 1.50 નું ડિવિડન્ડ ચૂકવવાનો નિર્ણય લીધો છે. જણાવી દઈએ કે, આની રેકોર્ડ ડેટ 4 સપ્ટેમ્બર હશે. આ ઉપરાંત, ઘણી બીજી કંપનીઓ પણ આવતા અઠવાડિયે એક્સ-ડિવિડન્ડ ચૂકવશે.

નોંધ: અહીં આપેલી માહિતી માત્ર જાણકારી માટે છે રોકાણ કરતા પહેલા જે તે એક્સપર્ટની સલાહ લઈને જ રોકાણ કરવું.

ડિવિડન્ડનો લાભ લેવા રોકાણકારોએ રેકોર્ડ ડેટ પહેલાં તેમના હોલ્ડિંગ્સનું યોગ્ય આયોજન કરવું ખૂબ જ જરૂરી છે.
નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં કે IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. શેરબજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.
શેરબજાર એ શેરની ખરીદી અને વેચાણ માટેનું પ્લેટફોર્મ છે. અહીં શેરની ખરીદી અને વેચાણ થાય છે. શેરબજારને લગતા અન્ય આર્ટિકલ વાંચવા માટે હમણાં જ અહીંયા ક્લિક કરો.
