
એસ. ગુરુમુર્તિએ મહાભારતના વિરાટ પર્વનો સંદર્ભ આપતા કહ્યું કે વાઘ હશે તો જંગલ સુરક્ષિત રહેશે અને જંગલ હશે તો વાઘ સુરક્ષિત રહેશે. હિંદુ સંસ્કૃતિ સર્વસમાવેશક છે. હિંદુ આધ્યાત્મિક અને સેવા મેળો માત્ર હિંદુ સંસ્થાઓના સેવા કાર્યો દર્શાવવા માટે નથી પરંતુ હિંદુ વિચારધારા વિશ્વને એ દર્શાવવા માટે છે જે આપણે સામાન્ય જીવનમાં જીવીએ છીએ.

કાર્યક્રમમાં બોલતા હિંદુ અધ્યાત્મિક અને સેવા સંસ્થાનના માર્ગદર્શક અને ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ ડૉ. ભાગ્યેશ જહાએ સંસ્થા અને હિંદુ આધ્યાત્મિક મેળાના ઉદ્દેશ્યો વિશે વાલ્મિકી રામાયણના સંદર્ભ સાથે જાણકારી આપી હતી. કાર્યક્રમમાં ઉપસ્થિત રાજકોટ આર્ષ વિદ્યામંદિરના સ્વામીનિ પૂજ્ય ધન્યાનંદાજીએ આશિર્વચન પ્રવચન કર્યું. ગુજરાત સરકારમાં રાજ્યકક્ષાના મંત્રી જગદીશ વિશ્વકર્માએ તથા અતિથિ વિશેષ અસ્ટ્રાલ ગ્રુપના ચેરમેન સંદીપ એન્જીનીયરે પ્રાસંગિક વક્તવ્ય આપ્યું હતું. સર્વસ્વ શ્રીરામ લઘુગ્રંથના વિમોચનમાં સ્વાગત વક્તવ્ય સંસ્થાના અધ્યક્ષ તુલસી ટેકવાણી એ તથા સમાપન સંસ્થાના સચિવ ઘનશ્યામ વ્યાસે કર્યું હતું. કાર્યક્રમમાં અનેક મહાનુભાવો તથા મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.