એક પછી એક ફિલ્મ હાથમાંથી સરી જતા ગભરાઈ સારા અલી ખાન, પ્રોડ્યુસરના ત્યાં લગાવી રહી છે ચક્કર

ડ્રગ્સના કેસમાં બોલિવૂડ અભિનેત્રી સારા અલી ખાનનું નામ આવ્યા બાદ તેને કામ મેળવવામાં મુશ્કેલી પડી રહી છે.

  • tv9 webdesk40
  • Published On - 15:57 PM, 5 Jan 2021
ડ્રગ્સના કેસમાં બોલિવૂડ અભિનેત્રી સારા અલી ખાનનું નામ આવ્યા બાદ તેને કામ મેળવવામાં મુશ્કેલી પડી રહી છે. એક પછી એક મોટી ફિલ્મો હાથમાંથી બહાર જઈ રહી છે. પહેલા 'હિરોપંતી 2' અને હવે એનિમલ. ફિલ્મફેરના અહેવાલ મુજબ, ફિલ્મ એનિમલ માટે સંદીપ રેડ્ડી વાંગાએ, સારા અલી ખાન નહીં પણ તૃપ્તિ ડિમરીને ફાઇનલ કરી છે. જે બાદ અભિનેત્રીને મુંબઈની પ્રોડ્યુસર ઓફિસની બહાર જોવામાં આવી રહી છે.
સારા અલી ખાનનો જોવામાં આવ્યો શાનદાર અંદાજ
અહેવાલ મુજબ, તપ્તિ નું ઓડિશન ટેપ નિર્માતાઓને ખૂબ ગમ્યું છે અને તેમને સાઈન કરવાનો નિર્ણય લીધો છે. સારા અલી ખાને પણ આ ફિલ્મ માટે ઓડિશન આપ્યું હતું, પરંતુ નિર્માતાઓને તૃપ્તિનું કામ પસંદ આવ્યું છે.
સારા અલી ખાને બ્લુ અને બ્લેક ઓવરકોટ પહેર્યો હતો. જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી.
સારાએ પોતાની ફિલ્મોને સતત બચાવવા માટે સખત મહેનત કરવી પડી રહી છે. જ્યાં તાજેતરમાં જ તેની રિલીઝ થયેલી ફિલ્મ 'કુલી નંબર 1' દેખાઇ હતી જેમાં અભિનેત્રી વરૂણ ધવન સાથે જોવા મળી હતી.