
મીડિયા રિપોર્ટસ અનુસાર, ક્રિકેટ ઓસ્ટ્રેલિયા ખેલાડીઓને મેચની હાજરી અને પરફોર્મન્સ બોનસ બંનેના આધારે ચૂકવણી કરે છે. તેમની મેચ ફી અલગ-અલગ ફોર્મેટ મુજબ બદલાય છે. ટેસ્ટ મેચમાં ખેલાડીઓને પ્રતિ મેચ 20,000 ઓસ્ટ્રેલિયન ડોલર ચૂકવવામાં આવે છે. વધુમાં, તેમને ODI માં પ્રતિ મેચ 15,000 ઓસ્ટ્રેલિયન ડોલર અને T20 આંતરરાષ્ટ્રીય મેચમાં પ્રતિ મેચ 10,000 ઓસ્ટ્રેલિયન ડોલર ચૂકવવામાં આવે છે.

BCCI ની કુલ સંપત્તિ આશરે ₹18,760 કરોડ છે. બોર્ડની આવક મુખ્યત્વે IPL, પ્રસારણ અધિકારો (Broadcast Rights) અને સ્પોન્સરશિપ ડીલમાંથી આવે છે. રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા ટોચના A+ શ્રેણીના ખેલાડીઓને સમાન ફી ચૂકવવામાં આવે છે. ટેસ્ટ મેચમાં 15 લાખ રૂપિયા, વનડે મેચમાં 6 લાખ રૂપિયા અને T20 મેચમાં 3 લાખ રૂપિયા આપવામાં આવે છે. આ ઉપરાંત A પ્લસ ગ્રેડ કોન્ટ્રાક્ટ માટે વાર્ષિક પગાર 7 કરોડ રૂપિયા જેટલો હોય છે.

ક્રિકેટ ઓસ્ટ્રેલિયાની આવક અને માળખું મજબૂત હોવા છતાં BCCI ની તુલનામાં આ આવકમાં નોંધપાત્ર તફાવત જોવા મળે છે. મળતી માહિતી મુજબ, IPL ઘણા આંતરરાષ્ટ્રીય ક્રિકેટ બોર્ડ કરતાં વધુ આવક ઉત્પન્ન કરે છે.

બિગ બેશ લીગ લોકપ્રિય હોવા છતાં ત્યાં ગ્લોબલ ઓડિયન્સની સંખ્યા વધારે નથી. ઓસ્ટ્રેલિયા પોતાના ખેલાડીઓને મજબૂત લોકલ સિસ્ટમ, ફિક્સ્ડ કોન્ટ્રાક્ટ અને ટ્રાન્સપરેન્ટ પોલિસી પ્રદાન કરે છે, જેના કારણે ખેલાડીઓ માટે સુરક્ષિત અને સ્ટેબલ વાતાવરણ તૈયાર થાય છે.