Saudi Arabia : ભારતીય સ્કૂલમાં કડકડતી ઠંડી અને વરસાદી માહોલ હોવા છતાં ગણતંત્ર દિવસની ઉજવણીમાં ગુજરાતની ઝાંખીનો દબદબો

ખાડી દેશ સાઉદી અરેબિયાના ઇસ્ટર્ન પ્રોવિન્સમાં આવેલા દમામ શહેરમાં ભારતીય દૂતાવાસ સંચાલિત ઇન્ટરનેશનલ ઇન્ડિયન સ્કૂલ - દમામમાં 26 જાન્યુઆરી 2023, ગુરુવારના રોજ સવારે કાતિલ હવા અને વરસાદી માહોલ હોવા છતાં ભારતના 74 મા ગણતંત્ર દિવસની રંગારંગ ઉજવણી કરવામાં આવી હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 26, 2023 | 7:49 PM
આજે ભારતના 74માં પ્રજાસત્તાક દિન નિમિત્તે ખાડી દેશ સાઉદી અરેબિયાના ઇસ્ટર્ન પ્રોવિન્સમાં આવેલા દમામ શહેરમાં પણ ઉજવણી કરવામાં આવી હતી.

1 / 10
26 જાન્યુઆરી 2023, ગુરુવારના રોજ સવારે કાતિલ હવા અને વરસાદી માહોલ હોવા છતાં ભારતના 74 મા ગણતંત્ર દિવસની રંગારંગ ઉજવણી કરવામાં આવી હતી.

2 / 10

સ્કૂલ મેનેજમેન્ટ, પ્રિન્સિપાલ શ્રીમતી મહેનાઝ ફરીદ, સ્કૂલ સ્ટાફ, વિદ્યાર્થીઓ અને વાલીઓની હાજરીમાં સવારે 8 વાગે ગણતંત્ર દિવસની ઉજવણીનો કાર્યક્રમ શરૂ થયો. સ્કૂલ મેનેજમેન્ટ કમિટીના ચેરમેન શ્રી મૌઝમ દાદનએ અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહી ધ્વજવંદન કરાવ્યું.

3 / 10
આ વર્ષે ભારતના 10 રાજ્યોની ઝાંખી પ્રદર્શિત કરવામાં આવી હતી. જેમાંથી ગુજરાતની ઝાંખીમાં એકતાનું પ્રતીકસમાન સ્ટેચ્યુ ઑફ યુનિટી અને સરદાર સરોવર ડેમ, કલા અને સાંસ્કૃતિક વારસાની ઝલક આપતા કચ્છ તથા મીઠાંના સફેદ રણ અને કુદરતની ખોળામાં ખેલતી વન્યસૃષ્ટિની સોડમ ફેલાવતા ગીર રાષ્ટ્રીય ઉદ્યાનને દર્શાવવામાં આવ્યાં હતાં.

4 / 10
ઝાંખીની શરૂઆતમાં લગાવેલા 11 ભાષામાં લખવામાં આવેલા “ગુજરાત”ના બેનરે સૌનું ધ્યાન આકર્ષિત કરી વાહવાહી મેળવી. આ સાથે અન્ય બેનર્સમાં ગુજરાતની હસ્તકલા, વિશ્વકક્ષાએ નામના મેળવેલાં સ્મારકો, પતંગોથી રંગબેરંગી બનેલું આકાશ પણ દર્શાવવામાં આવ્યું.

5 / 10

ઝાંખીની સાથે સાથે ગુજરાતી વિદ્યાર્થીઓએ સંગીતના તાલે ઝુમતા કરે તેવું જોશીલું ગરબા પરફોર્મન્સ પણ આપ્યું.

6 / 10
આજની વિશેષ ઉજવણીમાં ગુજરાત રાજ્ય ઉપરાંત બિહાર, કર્ણાટક, કેરળ, મહારાષ્ટ્ર, પંજાબ, રાજસ્થાન, તમિલનાડુ, તેલંગાણા અને ઉત્તર પ્રદેશની ઝાંખીઓ પ્રદર્શિત કરવામાં આવી. જેને ઉપસ્થિત મહેમાનો, વિદ્યાર્થીઓ અને વાલીઓએ ઉત્સાહપૂર્વક માણી.

7 / 10
આ દરમિયાન જોરદાર વરસાદ ચાલુ થતાં બાકીનો કાર્યક્રમ સ્કૂલના સાંસ્કૃતિક હોલમાં ઉજવવામાં આવ્યો.

8 / 10
ઉલ્લેખનીય છે કે, IISD ભારતની બહાર ભારતીય દૂતાવાસ દ્વારા સંચાલિત એશિયાની સૌથી મોટી સ્કૂલ છે. વર્તમાન સમયમાં તેમાં કેજીથી લઇને ધોરણ 12 સુધીમાં અંદાજે  14,500 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે.

9 / 10

આ સ્કૂલમાં ગુજરાતી વિદ્યાર્થીઓની સંખ્યા અંદાજે 2 ટકા જેટલી જ છે. આમ છતાં, દેશના ગર્વ અને દેશભક્તિના જોશ સાથે વિદ્યાર્થીઓ, વાલીઓ અને “દમામ-ખોબર ગુજરાતી સમાજ”ની સહભાગિતાથી માત્ર એક સપ્તાહના ટૂંકા ગાળામાં શાનદાર ઝાંખી તૈયાર કરવામાં આવી. એમ કહી શકાય કે, ગુજરાતની ઝાંખી થકી સાઉદીમાં વસતી ગુજ્જુ ગૃહિણીઓએ તેમનામાં છૂપી કલાત્મકતાની ઝાંખી પ્રદર્શિત કરી.

10 / 10

Latest News Updates

Follow Us:
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો

મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો

ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video

ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video

પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના

પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ

ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા

JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO

PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર

g clip-path="url(#clip0_868_265)">