અમદાવાદ: SGVP ગુરુકુળ ખાતે ધર્મજીવન ગાથા ગ્રંથનુ વિમોચન, PM Modiએ શ્રેષ્ઠ ભારત માટે ગુરુકુળ પરંપરાને બિરદાવી

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે તેમના પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું હતું કે ,સ્વામી શ્રી ધર્મજીવનદાસજી એ ભગવાન સ્વામિનારાયણ દ્વારા પ્રબોધવામાં આવેલા શિક્ષાપત્રીના સંદેશને જીવનમાં ઝીલીને સમાજ ઘડતરનું કાર્ય કર્યું.

Mar 21, 2022 | 7:17 PM
Divyang Bhavsar

| Edited By: Om Prakash Sharma

Mar 21, 2022 | 7:17 PM

અમદાવાદના સરખેજ-ગાંધીનગર હાઇવે સ્થિત SGVP ગુરુકુળ ખાતે આયોજિત ભાવવંદના પર્વને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, "સબકા સાથ સબકા વિશ્વાસ"ના સૂત્ર મૂળમાં પૂજ્ય શાસ્ત્રીજી -સ્વામી ધર્મજીવનદાસજીનો વિચાર રહેલો છે.

1 / 7
આ અવસરે સ્વામી માધવપ્રિયદાસજી લિખિત ધર્મજીવન ગાથા ગ્રંથના વિમોચન પ્રસંગે વિશાળ જનમેદનીને વર્ચ્યુઅલી સંબોધતા વડાપ્રધાન કહ્યું કે , સ્વામીનારાયણ સંપ્રદાય ના સત્સંગીઓ સ્વદેશીનો વિચાર અપનાવી આત્મનિર્ભર ભારતના સંકલ્પને સાકાર કરવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે તેમ  છે.

2 / 7
 તેમણે સંતગણને સત્સંગીઓના પરિવારજનોની સામૂહિક શક્તિને જોડી આઝાદીના અમૃત મહોત્સવમાં યોગદાન આપવા માટે પણ અપીલ કરી હતી. તેમણે એમ પણ કહ્યું કે  સ્વચ્છ ભારતના નિર્માણમાં સત્સંગીઓની સામૂહિક શક્તિ ઘણી ઉપયોગી થઈ પડે તેમ છે. આ અવસરે સ્વામી  માધવપ્રિયદાસજીના હસ્તે લિખિત "ધર્મજીવન  જીવનગાથા" ગ્રંથની પ્રથમ નકલ મુખ્યમંત્રી  ભુપેન્દ્ર પટેલને અર્પણ કરી હતી.

3 / 7
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમના પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું હતું કે ,સ્વામી  ધર્મજીવનદાસજી એ ભગવાન સ્વામિનારાયણ દ્વારા પ્રબોધવામાં આવેલા શિક્ષાપત્રીના સંદેશને જીવનમાં ઝીલીને સમાજ ઘડતરનું કાર્ય કર્યું.

4 / 7
મુખ્યમંત્રી આ તકે ભારતની ગુરુકુળ પરંપરાનો ઉલ્લેખ કરતા કહ્યું કે , ગુરુકુલ પરંપરાને પુનઃ પ્રસ્થાપિત કરી આપણે" શ્રેષ્ઠ ભારત"ની સંકલ્પના સાકાર કરી શકીએ તેમ છીએ.

5 / 7
મુખ્યમંત્રી એ આ અવસરે સમાજને  વ્યસનમુક્ત બનાવવામાં સ્વામિનારાયણ સંપ્રદાયએ ભજવેલી ભૂમિકા ની સરાહના કરી હતી ( Photos By-Divyang Bhavsar, Edited By- Omprakash Sharma)

6 / 7
આ કાર્યક્રમમાં કેન્દ્રીયમંત્રી પુરષોતમ રૂપાલા, અમદાવાદ શહેરના મેયર  કિરીટ પરમાર , કૃષિ મંત્રી  રાઘવજી પટેલ , દિલ્હી હાઈકોર્ટના પૂર્વ મુખ્ય ન્યાયમૂર્તિ ડી.એન પટેલ અને સ્વામિનારાયણ સંપ્રદાયના  સંત ગણ તેમજ વિશાળ સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા.

7 / 7

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati